Fire/ જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

શહેરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં મોબાઇલ એસેસરીઝની દુકાનમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અને સમગ્ર દુકાન બળીને ખાખ થઈ હતી. જેમાં દુકાનમાં રાખવામાં આવેલી…

Gujarat
Beginners guide to 2 જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

@સાગર સંઘાણી

Jamnagar News: શહેરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં મોબાઇલ એસેસરીઝની દુકાનમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અને સમગ્ર દુકાન બળીને ખાખ થઈ હતી. જેમાં દુકાનમાં રાખવામાં આવેલી રોકડ રકમ સહિત મુદ્દમાલ નાશ પામ્યો હતો. ફાયરબ્ર્ગેડની ટીમે આગને પ્રસરાવતા અટકાવી હતી.

WhatsApp Image 2024 01 20 at 2.02.48 PM જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

મળતી વિગત એવી છે કે, જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં જય માતાજી નામની મોબાઈલ એસેસરીઝની દુકાનમાં વહેલી સવારે ૬.૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ બનાવ અંગે દુકાનના માલિક વિનોદભાઈ કટેશીયા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીના બે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જેના કારણે આસપાસની દુકાનોમાં આગ પ્રસરતા અટકી હતી.

WhatsApp Image 2024 01 20 at 2.02.49 PM 1 જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

આગના બનાવને લઈને મોબાઈલ એસેસરીઝની દુકાનમાં રૂપિયા બે લાખની રોકડ રકમ, ૬૦ થી વધુ જૂના મોબાઇલ અને તેની એસેસરીઝ ઉપરાંત ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા. જેના કારણે દુકાનની બહાર પાર્ક કરવામાં આવેલું એક સ્કૂટર પણ સળગ્યું હતું.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવી દિલ્હી/UKમાં બેઠેલા ભાગેડુઓની વધી મુશ્કેલી, CBI અને NIAની ટીમે મળીને તૈયાર કર્યો આ પ્લાન