Gujarat/ ઊના આંગણવાડી કેન્દ્રમાં ભરતી ભ્રષ્ટાચારની વધુ બે ઓડીયો ક્લીપ વાયરલ થઇ…

ઊના શહેરની બાલ વિકાસ સંકલીત આંગણવાડી કેન્દ્રમાં ઉમેદવારી ભરતીમાં કૌભાંડ કરી ભષ્ટાચારી કરી ગયા હોવાની વધુ બે ઓડીયો વાયરલ થતા ઉના આઇ સી ડી એસ. શાખામાં ભ્રષ્ટાચારનો પર્યાય છે….

Gujarat Others
zzas1 65 ઊના આંગણવાડી કેન્દ્રમાં ભરતી ભ્રષ્ટાચારની વધુ બે ઓડીયો ક્લીપ વાયરલ થઇ...

@કાર્તિક વાઝા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊના શહેરની બાલ વિકાસ સંકલીત આંગણવાડી કેન્દ્રમાં ઉમેદવારી ભરતીમાં કૌભાંડ કરી ભષ્ટાચારી કરી ગયા હોવાની વધુ બે ઓડીયો વાયરલ થતા ઉના આઇ સી ડી એસ. શાખામાં ભ્રષ્ટાચારનો પર્યાય છે. તે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને બહાર લાવી રહ્યો છે. બે ઓડીયો ક્લીપ વાયરલ થઇ રહ્યા છે.

તેમાં સીડીપીઓ દર્શનબેન પુરોહીત તેમજ ક્લાર્ક સુરેશ બાંભણીયાનાં નામનો ઉલ્લેખ ઓડીયો ક્લીપમાં થઇ રહ્યો છે. અને તત્કાલીન સીડીપીઓ દર્શનાબેન પુરોહીત અને ઉમેદવારો વચ્ચે વાતચીતમાં ઉમેદવારને સીડીપીઓ સમજાવી રહ્યા છે કે, કઇ રીતે સેટીંગ કરીને ઘુસી જવુ તેવો કહી રહ્યા છે કે, જે વોર્ડમાં તમે રહો છો ત્યાં જગ્યા નથી એટલે તમારે જો આંગણવાડીની નોકરી કરવી હોય તો એ વોર્ડ નંબરનાં પુરાવા આપવા પડે, જ્યાં આંગણવાડી કેન્દ્રમાં જગ્યા ખાલી છે. એ આંગણવાડી કેન્દ્રમાં નોકરી મેળવવા માટે વોર્ડમાં રહેવાના મુદ્દે તમારે ભાડા ચિઠ્ઠી કરાવી પડશે, જે નગર પાલીકામાં ઓળખતા હોય તો એ કામ થઇ જશે. વાયરલ થયેલા ઓડીયોમાં તત્કાલીક સીડીપીઓ, ડેટા ઓપરેટર, ક્લાર્ક વચ્ચેની પણ વાતચીતમાં કચેરીમાંથી નોકરી પરથી કોને કાઢવા તેના ષડયંત્ર પણ રચાતા હોય તેવી વાતનાં સ્વર પણ બોલાઇ રહ્યા છે અને કૌભાંડ વિશે પણ વાતો અધિકારી અને ઉમેદવારો વચ્ચે થઇ રહી છે. જેમાં પૂર્વ સીડીપીઓનાં પુત્ર પર પણ શંકાનાં સવાલો સ્વભાવીક ઉઠી રહ્યા છે. આ આંગણવાડી ઓનલાઇન ભરતી કૌભાંડમાં વ્યવહાર ચોખ્ખા રાખવા પડશે કેટલાક બીલની પણ વાત થઇ છે. આ ઉપરાંત કોઇ કર્મચારીની વિદાય વખતે પણ નાણા ઉઘરાવવાની વાતો થઇ રહી છે. આ જોતા આ કૌભાંડ પાછળ લાંબુ લીસ્ટ બહાર લાવવા તટસ્થ અધિકારીને સમગ્ર પ્રકરણની તપાસ સોપવામાં આવે તો સમગ્ર કૌભાંડ બહાર આવી જાય તેવું છે.

હેલ્પર અને તેડાગરની ભરતીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તેને અટકાવવા અને બોગસ ઉમેદવારોને કૌભાંડ કરીને સમાવવા એક વોર્ડમાં કાયદેસર રહેતા હોવા છતા બીજા વોર્ડની ખાલી જગ્યામાં નાણા લઇને ભરતી કરવા ઉમેદવારોને સોગંધનામા અને ભાડા ચિઠ્ઠી ઉપર અલગ રહેતા હોવાના દાખલાઓ લાગવક સાહીથી નગર પાલીકામાં કોના પાસે જવું અને કઇ રીતે દાખલો રહીશનો કઢાવવા તેનું માર્ગદર્શક આ ઓડીયો ક્લીપમાં તત્કાલીન સીડીપીઓ આપી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ઉમેદવાર પણ એમ કહી રહ્યા છે કે, બહેન વોર્ડમાં લઇલે તો પેલામાં હેલ્પરમાં ઓલા કાર્યકર વર્કરમાં જગ્યા ખાલી થાય એની જગ્યાએ કોણ આવે તો સામે સીડીપીઓ કહે છે કે, એ જગ્યા ભરવાની જાહેરાત બહાર પાડીએ ત્યારે તમારો વારો આવી જશે. અત્યારે જાહેરાત નથી તેવું ઉમેદવાર પુછી રહ્યા છે. આ ઓડીયો ક્લીપમાં કલ્પનાબેન, નગરપાલીકાનાં નિવૃત કર્મચારી, આઇ સી ડી ઓ ઓફીસનો જય, બાંભણીયા, કોન્ટ્રાક્ટરબેઝ પર નોકરી કરતા મહીલા, મોતીબેન અને અન્ય કર્મચારી વિશેનાં નામો 17 મીનીટનો તેમજ 3 મીનીટનો ઓડીયો વાયરલ થયેલ જેમાં સમગ્ર મુદ્દાની ચર્ચા થાઇ છે. તેના પર અન્ય સવાલો ઉઠી રહ્યા છે. આંગણવાડીએ ભ્રષ્ટાચારનું ઘર જ છે કે ભ્રષ્ટાચાર સિવાય ક્યા કામ થાય છે ? તે ઓડીયો ક્લીપ વાયરલ થતા તપાસની માંગણી ઉગ્ર બની રહી છે.

આઠ દિવસથી સમગ્ર તાલુકામાં આંગણવાડી વર્કર અને તેડાગરની ઓનલાઇન ભરતીમાં કૌભાંડ આચરીને યોગ્ય ઉમેદવારને અન્યાય કરી મોટી રકમની તોડ કરીને અયોગ્ય ઉમેદવારોને ઘુસાડી દેવાયા હોવાની ઓડીયો માર્કેટમાં આવતા આ ઓડીયો ગાંધીનગર સુધી પહોંચતા ત્યાંથી નિયામક ઉના દોડી આવેલા અને આ ભરતી સમયે કોણે કોણે કામગીરી શું શું કરી હતી, તેવા 3 કર્મચારી અને તત્કાલીન સીડીપીઓનાં નિવેદન પણ નોંધી ચાલ્યા ગયા હોય. શું આ કોભાંડ ભીનુ સંકલાશે કે પછી બહાર આવશે તેવો પ્રશ્ન સમગ્ર આંગણવાડી કેન્દ્રમાં ઉઠવા પામ્યો છે. તત્કાલીન સીડીપીઓ દર્શનાબેન પુરોહીતની મુલાકાત લઇ આ સમગ્ર કૌભાંડ અંગે વાયરલ થયેલી ઓડીયો બાબતે પુછતા અને તેમાં કર્મચારી, અધિકારીઓ અને ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડીયો કઇ રીતે વાયરલ થયો અને કોણે કરી તે અંગે પુછતા તેણે ગોળ ગોળ ભાષામાં જણાવેલ કે ઘણી વખત મારો મોબાઇલ કોમ્પ્યુટર ઓપરેટર રૂમમાં ચાર્જીન્ગમાં ઘણી વખત મુકેલ હોય અને અચાનક કોઇ મિટીંગમાં ઇમરજન્સી ચાલ્યા ગયા હોય એ વખતે ઓફીસનાં જ કોઇ કર્મચારીઓએ ડેટા ચોરી મેળવી લીધા હોય અથવા તો કોઇ સરકારી ડોક્યુમેન્ટ ઓપરેટરને કાઢવા આપેલ હોય એ વખતે ડેટા કાઢી લીધા હોય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો