ચેકિંગ/ ગુજરાત-રાજસ્થાન રેલવે પોલીસે ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું,સંદિગ્ધ ચીજવસ્તુઓની હેરફેરને લઈને કરાઇ ચેકિંગ

સંયુક્ત ચેકિંગ  દરમિયાન 60 કિલોમીટર સુધી ટ્રેનમાં બંને રાજ્યના 12 પોલીસ કર્મીઓએ આ ચેકિંગમાં ભાગ લીધો હતો.ડુંગરપુર અને હિંમતનગર રેલવે પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું હતું

Top Stories Gujarat
6 2 14 ગુજરાત-રાજસ્થાન રેલવે પોલીસે ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું,સંદિગ્ધ ચીજવસ્તુઓની હેરફેરને લઈને કરાઇ ચેકિંગ
  • ગુજરાત અને રાજસ્થાન રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં ચેકિંગ
  • રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સંયુક્ત ચેકિંગ
  • ડુંગરપુર અને હિંમતનગર રેલવે પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યુ
  • ગેરકાયદેસર ચીજો, માદક પદાર્થની હેરફેરને પગલે ચેકીંગ હાથ ધરાયુ
  • ટ્રેનમાં કરવામાં આવતી સંદિગ્ધ ચીજવસ્તુઓની હેરફેરને લઈ ચેકિંગ
  • અમદાવાદથી ઉદયપુર વચ્ચે આવતી-જતી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરાયુ

ગુજરાત અને રાજસ્થાન રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં સઘન ચેકિંગ હાથ ધવામાં આવ્યું હતું, આ બંને રાજ્યોની રેલવે પોલીસે સંયુકત ઉપક્રમે ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું . સંયુક્ત ચેકિંગ  દરમિયાન 60 કિલોમીટર સુધી ટ્રેનમાં બંને રાજ્યના 12 પોલીસ કર્મીઓએ આ ચેકિંગમાં ભાગ લીધો હતો.ડુંગરપુર અને હિંમતનગર રેલવે પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું હતું, આ બંને રાજ્યોમાં ગેરકાયદેસર ચીજો ,માદક પદાર્થની હેરફેરને પગલે ચેકિંગ કરવામાં આવ્યું હતું ,આ ટ્રેનની ચેકિંગ દરમિયાન કોઇ સંદિગ્ધ ચીજવસ્તુઓ મળી આવી ન હતીઅમદાવાદ- ઉદયપુર વચ્ચે આવતી જતી ટ્રેનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.