Gujarat News: રાજ્યમાં હરણી મોટનાથ તળાવમાં દુર્ઘટનામાં મૃતક બાળકોમાંથી એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા છે. પરિવારમાં 10 વર્ષની આશિયાના સગાઓએ જણાવ્યું છે કે 17 વર્ષના લાંબા ગાળા બાદ પરિવારમાં સંતાનનો જન્મ થયો હતો. પણ હરણી દુર્ઘટનાએ અમારી ખુશીઓ જ છીનવી લીધી છે.
અમારા ખોળામાં તે રમતી હતી. પલ્લુ પકડીને મોટી થઈ ને જતી પણ રહી. 17 વર્ષની કામનાઓ બાદ અમને પુત્રી રૂપે મળી હતી. આ વાક્ય છે આશિયાના માતાપિતાનું, જેમને તેમની વહાલસોયી પુત્રીને હરણી હોનારતમાં ગુમાવી. તેનો સાવકો ભાઈ અયાનની પણ આ જ હોનારતમાં મૃત્યુ થયું હતું. એક જ પરિવારના બે લોકોની અર્થી ઉઠી ત્યારે લોકોનું કલેજુ ચિરાઈ ગયું હતું.
એક સાથે નીકળી બંને ભાઈ-બહેનની અર્થી
બીજા ભાઈનો દીકરો અયાન 3 બહેનોમાં એકમાત્ર ભાઈ હતો. આ દુર્ઘટનામાં બહેનોએ પણ પોતાનો ભાઈ ગુમાવ્યો. મસ્જીદ, દરગાહ પર હજારો મન્નતો, દુઆઓ કર્યા બાદ આશિયાનો જન્મ થયો હતો. પણ એક દુર્ઘટનાએ સમગ્ર પરિવારની આજીવન ખુશીઓ જ લઈ લીધી. પરિવાર પર દુખનો પહાડ તૂટી પડતા સમગ્ર પંથકમાં માતમ છવાયો છે.
ન્યૂ સનરાઇઝ સ્કૂલના 80થી વધુ વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હરણી તળાવમાં બોટ પલટી જતા 15 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. હરણી પોલીસ સ્ટેશનમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધ બેદરકારી તથા નિષ્કાળજી અને માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળાને અચોક્કસ મુદત માટે બંધ રખાઈ છે. તેમજ SITની રચના કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:આ 5 જીવનશૈલીથી રહો દૂર અને જીવલેણ બીમારીને ભગાડો
આ પણ વાંચો:pakistan-india/ભારત કરતા પાકિસ્તાનની સૈન્ય તાકત વધશે? ચીનનું ફાઈટર જેટ શેનયાંગ J-31 ખરીદવાની પાકિસ્તાનની યોજના
આ પણ વાંચો:Canada/ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ અયોધ્યામાં રામ મંદિરને લઈને આ મોટો હૃદયસ્પર્શી નિર્ણય લીધો, બધા આશ્ચર્યચકિત થઈ ગયા