પાકિસ્તાન ચીન પાસેથી ફાઇટર જેટ ખરીદવાની યોજના ધરાવે છે. ચીનનું પાંચમી પેઢીનું FC-31/J-31 ડબલ એન્જિન સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પાકિસ્તાનની સેનામાં સામેલ થશે. ચીનના ફાઈટર જેટ J-31ની ખરીદી સાથે ભારત કરતા પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં વધારો થઈ શકે છે. વિશ્વના અન્ય કોઈ દેશ દ્વારા અત્યાર સુધી ચીનના FC-31 ફાઈટર જેટની ખરીદી કરવામાં આવી નથી. છતાં પણ પાકિસ્તાની વાયુસેનાએ તેને ખરીદવાનો નિર્ણય લીધો છે. જ્યારે ભારતીય સેના આધુનિક શસ્ત્ર મામલે હજુ પ્રાથમિક તબક્કામાં છે એટલે કે ભારતનું એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) હાલમાં ડિઝાઇન તબક્કામાં છે.
J-31 એરક્રાફટ ખરીદીની કરી પુષ્ટિ
ઇરાન અને પાકિસ્તાન વચ્ચે મિસાઈલ હુમલા થયા બાદ બંને દેશોમાં યુદ્ધની સ્થિતિ થાળે પડી છે. દરમ્યાન ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પાકિસ્તાન સાથે સંભવિત ડીલ અંગેનો અહેવાલ સામે આવ્યો છે. જેમાં લખ્યું છે કે પાકિસ્તાન ચીનના પાંચમી પેઢીના ફાઈટર જેટની ખરીદી કરશે. આ સાથે પાકિસ્તાન એરફોર્સના એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ આ મહિનાની શરૂઆતમાં ચીન પાસેથી J-31 સ્ટીલ્થ ફાઇટર જેટના અધિગ્રહણની પુષ્ટિ કરી છે. બાબર સિદ્ધુએ કહ્યું કે, ” FC-31 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ મેળવવા માટે પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો છે, નજીકના ભવિષ્યમાં આ એરક્રાફટ PAF કાફલાનો ભાગ બનશે.”
J-31 એરક્રાફટ
J-31 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ ચીનની સરકારી માલિકીની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (AVIC) શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશન (SAC) દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તે FC-31/J-31 સિંગલ-સીટ, ટ્વીન-એન્જિન, મધ્યમ સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે. આ મામલે નિષ્ણાતોએ જણાવ્યું કે ચીનનું ફાઈટર જેટ અમેરિકાના એફ-35 કરતા વધુ સારું ન હોય તો પણ કામગીરીમાં શ્રેષ્ઠ જ હશે. આ ફાઈટર જેટ તે હવા-થી-હવા અને હવા-થી-સપાટી મિસાઇલો અને બોમ્બ વહન કરી શકે છે. પાકિસ્તાન પાસે આ ઉપરાંત, JF-17 જેટ, HQ-9BE લોંગ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ્સ, HQ-16FE મધ્યમ-રેન્જ SAMs અને YLC-8E એન્ટી-સ્ટીલ્થ 3D સર્વેલન્સ રડાર સિસ્ટમ પણ છે.
કેમ J-31ની કરી ખરીદી
પાકિસ્તાનના કાફલામાંના તમામ F-16 ફાઈટર જેટ હવે લગભગ 40 વર્ષ જૂના છે. તેઓ 1960ના દાયકાથી લગભગ 180 વિન્ટેજ ડેસોલ્ટ મિરાજ III અને મિરાજ Vની પણ માલિકી ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય સ્થિતિ પણ અનિશ્ચિતતા ભરેલી રહી છે. તેમજ ભારત જેવા દુશ્મનો વધુ સશક્ત બનતા આખરે પાકિસ્તાને ચીન પાસેથી J-31 જેવા ફાઈટર જેટની ખરીદી કરવાનો વિચાર કર્યો. આ ફાઈટર જેટની તસવીરો પહેલીવાર જૂન 2012માં ઈન્ટરનેટ પર દેખાઈ હતી. બાદમાં સપ્ટેમ્બર 2012માં એરક્રાફ્ટને એરફિલ્ડ પર પાર્ક કરાયેલું જોવામાં આવ્યું હતું. J-31નું 1⁄4-સ્કેલ મોડલ પાછળથી ચાઇના ઇન્ટરનેશનલ એવિએશન અને એરોસ્પેસ એક્ઝિબિશનમાં બતાવવામાં આવ્યું હતું.અને 31 ઓક્ટોબર 2012 ના રોજ પ્રથમ ઉડાન ભરી હતી.
J-31 શ્રેષ્ઠ વિકલ્પ
અમેરિકાના એફ-16 ફાઈટર જેટ જેવી સમાનતા ધરાવતું ચીનનું J-31 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પાકિસ્તાનની સેનાના કાફલામાં ટૂંક સમયમાં સ્થાન પામશે. અર્થાત્ પાકિસ્તાન ફરી ચીનની મદદ લઈ ભારત પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા પાકિસ્તાને ડિસેમ્બર 2021માં ચીનને 25 J-10CE ફાઈટર જેટનો ઓર્ડર આપ્યો હતો. વિશ્વના જે દેશો અમેરિકાના એફ-16 અને એફ-35 ફાઈટરની ખરીદી કરી શકતા નથી તેમના માટે ચીનનું જે-31 એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે તેમ વિદેશ નિષ્ણાતોએ જણાવ્યું.
પાકિસ્તાનની સૈન્ય તાકાત વધશે
ચીનના નિષ્ણાતોએ J-31 સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટને લઈને પાકિસ્તાનની તુલના ભારત સાથે કરવાનું શરૂ કરી દીધું છે. ભારતને ઉદ્દેશીને ચીની મીડિયા લખ્યું છે કે “J-31 સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ પાકિસ્તાનને તેના પાડોશી અને મુખ્ય દુશ્મનનો સામનો કરવા વધુ ઉપયોગી બનશે. 2014માં એરક્રાફટ બનાવ્યા બાદ કેમ કોઈ કોઈ દેશ અથવા ચીનની વાયુસેનાએ હજુ સુધી J-31 સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ કેમ ખરીદ્યું નથી? J-31 સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટમાં કોઈ સમસ્યા છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને ચીનની સેના દ્વારા કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.
શું પાકિસ્તાનને થશે લાભ
ચીનના ફાઈટર જેટ ખરીદ્યા બાદ પાકિસ્તાની વાયુસેનાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને તેને ભારત સામે અનેક ક્ષેત્રોમાં એક ધાર પણ મળશે. જયારે ફિફ્થ જનરેશન ફાઈટર જેટ ડીલને લઈને ભારતમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે અને ભારતમાં આ પ્રોજેક્ટ હજુ પ્રોટોટાઈપ તૈયાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે ભારત પાકિસ્તાનની સેના કરતા પોતાની સેનાને વધુ શક્તિશાળી અને સશક્ત બનાવવા ચોક્કસ પગલા જરૂર લેવા જોઈએ. એકબાજુ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે છતાં તે આ પ્રકારના એરક્રાફટની ખરીદી કરી રહ્યું છે. એવામાં ચીન પાસેથી એવા ફાઈટર જેટની ખરીદી જેને દુનિયાના અન્ય કોઈ દેશ નથી ખરીદી રહ્યા તેનો ખરેખર લાભ કોને થશે. પાકિસ્તાની વાયુસેનાને જે-31 એરક્રાફટ ડીલનો વધુ ફાયદો મળી શકશે કે કેમ તે આગામી સમય કહેશે.
આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ
આ પણ વાંચો: