First Hindu Woman DSP/ પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા DSP બની,જાણો તેમના વિશે

75 વર્ષમાં હિન્દુ લઘુમતીઓની વસ્તી પણ બદલાઈ ગઈ. પાકિસ્તાનની કુલ વસ્તીમાં આ વસ્તીનો હિસ્સો 12.9% થી  2.14% થઇ છે.

Top Stories World
3 83 પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા DSP બની,જાણો તેમના વિશે

પાકિસ્તાનના પછાત અને નાના જિલ્લા જકુબાબાદની એક હિંદુ યુવતીએ એવું કરી બતાવ્યું જે પાકિસ્તાનમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું. તે હિંદુ યુવતીનું નામ મનીષા રૂપેતા છે, જે દેશની પહેલી હિંદુ યુવતી છે, જે ડીએસપી બની છે. હિન્દુ યુવતી માટે સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી અને ડીએસપી બનવું એ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.1947માં જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે 12.9% હિંદુ લઘુમતી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં રહી હતી. સમય બદલાયો, સંજોગો બદલાયા અને 75 વર્ષમાં હિન્દુ લઘુમતીઓની વસ્તી પણ બદલાઈ ગઈ. પાકિસ્તાનની કુલ વસ્તીમાં આ વસ્તીનો હિસ્સો 12.9% થી  2.14% થઇ છે.

પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓની હાલત સતત કથળી રહી છે. આ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પાકિસ્તાનના હિન્દુ લઘુમતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ડીએસપી બની છે. આ મહિલા છે મનીષા રૂપેતા. મનીષા પાકિસ્તાનમાં ડીએસપી તરીકે નિયુક્ત થનારી પ્રથમ હિન્દુ મહિલા છે. તેણે સિંધ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને અને તાલીમ લીધા બાદ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

બહેનોની જેમ મનીષાએ પણ MBBSની પરીક્ષા આપી હતી, પરંતુ ઓછા નંબરના કારણે તે પરીક્ષા પાસ કરી શકી નહોતી. આ પછી તેણે ડોક્ટર ઓફ ફિઝિકલ થેરાપીની ડિગ્રી લીધી, પરંતુ તેને પોલીસનો યુનિફોર્મ ખૂબ જ ગમ્યો, તેથી તે કોઈને જાણ કર્યા વિના ગુપ્ત રીતે સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ સખત મહેનતના કારણે તેણે પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ન માત્ર સફળતા મેળવી પરંતુ 16મો રેન્ક પણ મેળવ્યો.