કટાક્ષ/ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

વિપક્ષને મોટો આંચકો આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની બંધારણીય માન્યતાને યથાવત રાખતો ચુકાદો આપ્યો હતો

Top Stories India
9 3 5 સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

વિપક્ષને મોટો આંચકો આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની બંધારણીય માન્યતાને યથાવત રાખતો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરતી વખતે, પીએમએલએ હેઠળની સંપત્તિની તપાસ, શોધ, ધરપકડ અને અટેચમેન્ટ જેવી EDની સત્તાઓને સમર્થન આપ્યું હતું.  જયારે કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડની પ્રક્રિયા મનસ્વી નથી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે પીએમએલએ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પી ચિદમ્બરમ અને અન્ય નેતાઓ માટે ‘પોતે ચિકન ફ્રાય કરવા આવવા’ સમાન છે. નોંધનીય છે કે  પી ચિદમ્બરમે યુપીએ સરકારમાં EDને સત્તાઓ આપી હતી.