Not Set/ RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCRમાં નેગેટિવ રિપોર્ટ આવવા પર રાહતનો શ્વાસ લેનારા લોકોની પણ ચિંતા વધવાની છે. એક રીપોર્ટ પ્રમાણે રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT) અને RT-PCR જેને એક ગોલ્ડ સ્ટાન્ડર્ડની ટેસ્ટિંગ કીટ સમજવામાં આવે છે. તેમાં નેગેટીવ આવવા છતાં કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઇ શકે છે. ગુજરાતમાં ડોક્ટરોની સામે સતત એવા કેસો આવી રહ્યા છે […]

Mantavya Exclusive India
antigen test 8 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCRમાં નેગેટિવ રિપોર્ટ આવવા પર રાહતનો શ્વાસ લેનારા લોકોની પણ ચિંતા વધવાની છે. એક રીપોર્ટ પ્રમાણે રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT) અને RT-PCR જેને એક ગોલ્ડ સ્ટાન્ડર્ડની ટેસ્ટિંગ કીટ સમજવામાં આવે છે. તેમાં નેગેટીવ આવવા છતાં કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઇ શકે છે.

antigen test 1 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

ગુજરાતમાં ડોક્ટરોની સામે સતત એવા કેસો આવી રહ્યા છે જ્યાં RT-PCR ટેસ્ટમાં દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવી રહ્યો છે. પણ હાઇ રિઝોલ્યુશન CT (HRCT)માં તેમના ફેફસાંઓમાં ઇન્ફેક્શન મળી આવ્યુ છે. તમને જણાવી દઇએ કે ભારતમાં કોરોનાની ઝડપ ધીમી પડ્યા બાદ ફરી એક વાર જબરજસ્ત રીતે વધી રહી છે.

antigen test RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

આ સમસ્યાને વધતી જોતાં વડોદરા કોર્પોરેશને એક નોટિફીકશન જાહરે કરીને કહ્યુ છે કે કોવિડ-૧૯નો નવો સ્ટ્રેન એવુ જરૂરી નથી કે RT-PCR માં પોઝીટીવ રીપોર્ટ બતાવે. અને એટલા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સે તેમની સારવાર કોવિડ સંક્રમિતોની જેમ જ કરવી જોઇએ.

antigen test 7 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

એપેડિમિક ડિસિઝ એક્ટ અંતર્ગત કોર્પોરેશને આદેશ જાહેર કરીને કહ્યુ છે કે જો RT-PCRમાં કોઇ વ્યક્તિની રોપોર્ટ નેગેટિવ આવે છે પણ HRCT અને લેબ ઇન્વેસ્ટિગેશનમાં સંક્રમણની ફરિયાદ જોવા મળે છે તો દર્દીઓ ઇલાજ કોવિડ માનીને કરવો જોઇએ.

antigen test 5 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

વડોદરાના ખાનગી હોસ્પિટલોના એસોસિએશન SETU ના અધ્યક્ષે કહ્યુ કે મે અત્યાર સુધીમાં એવા અનેક દર્દીઓ જોયા છે જે RT-PCR માં તો નેગેટિવ આવ્યા છે, પણ જ્યારે રેડિયોલોજીસ્ટ ટેસ્ટથી ખબર પડી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. તેમણે કહ્યુ કે એક દર્દીઓ સિટીસ્કેનમાં સ્કોર ૨પમાંથી ૧૦ છે. તેનો મતલબ એવો છે કે તેના ફેફસા પર તેની ખરાબ અસર પડી છે.

antigen test 2 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

ઇન્ફેક્શન ડિસિઝ સ્પેશ્યાલીસ્ટ ડો. હિતેન કરેલિયાનું કહેવુ છે કે તેમણે કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓને સિટીસ્કેનને બદલે RT-PCR અને HRCT ટેસ્ટ વિશે પુછવામાં શરૂ કરી દેવામાં આવ્યુ છે. જ્યાં દર્દીને ટેસ્ટ પછી કેટલાક દિવસો સુધી સિટીસ્કેનની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.

antigen test 3 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

તેમણે કહ્યુ કે અત્યાર સુધીમાં આવા અનેક કિસ્સાઓ જોવામાં આવી ચૂકયા છે જ્યાં દર્દીમાં કોઇ પ્રકારના લક્ષણો જોવા નથી મળતાં કે પછી તેમને સામાન્ય તાવ અને થાકની ફરિયાદ હોય છે તેમ છતાં ઇન્ફેક્શન ફેફસાઓમાં ફેલાઇ જાય છે.

antigen test 9 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

તો એક ખાનગી હોસ્પિટલના એમ.ડી. ડો. નિરજ ચાવડા કહે છે કે ‘RT-PCR ની સંવેદનશિલતા ૭૦ ટકા છે. તેનો મતલબ એવો થયો કે ટેસ્ટ રીપોર્ટ ખોટો આવવાની શક્યતા છે. પણ જો સિટીસ્કેનમાં તેની સાબિતી મળે છે તો આ કોવિડ-૧૯ જ છે. તેની ચોક્કસ જાણકારી માટે અમે કેટલાક કિસ્સાઓમાં ટેસ્ટ રિપીટ પણ કરીએ છીએ. જે મોટેભાગે ઇન્ફેક્શનની ખાત્રી કરે છે.

antigen test 10 RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પણ હોઇ શકે છે ‘કોરોના’, ડોક્ટરોની વધી ચિંતા

રાજકોટમાં ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ ડોબારિયા કહે છે કે રાજકોટમાં પણ એવા કેટલાય કિસ્સાઓ જોવાઇ ચૂકયા છે જ્યાં કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી સિટીસ્કેનમાં ન્યુમોનિયાની ફરિયાદ સામે આવી છે. આવું સેમ્પલિંગ પ્રોસ્યુઝરની લિમિટેશન અને RT-PCR ટેસ્ટના લીધે બની શકે છે. જેનો એક્યુરેસી રેટ ૭૦ ટકા છે.