Not Set/ હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં વરસાદનાં કારણે ઘણા જિલ્લાઓ તડબોડ થયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. આ પહેલા ગઇકાલે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. વરસાદને ધ્યાને લેતા NDRFની 15 ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન […]

Top Stories Gujarat Others
GettyImages 694501366 e1508076414394 770x433 1 હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં વરસાદનાં કારણે ઘણા જિલ્લાઓ તડબોડ થયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. આ પહેલા ગઇકાલે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. વરસાદને ધ્યાને લેતા NDRFની 15 ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

delhi rains 5 હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ

વરસાદની શરૂઆત થતા જ નીચાંણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આવનારા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા બરોડા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે. વાત કરીએ અમદાવાદની તો અહી પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઇ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યનાં દક્ષિણ અને મધ્ય ભાગમાં સારો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. અંકલેશ્વરમાં સાત, ભરૂચમાં પાંચ અને જાંબુઘોડામાં ૪ ઇંચ, વાલિયામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. સુરતનાં માંગરોળમાં સાંજે છ વાગ્યા સુધીમાં ૧૨૮ મી.મી. લેખે પાંચ ઈંચ પાણી વરસાવ્યું હતું. વલસાડમાં ગત રાત્રિથી ૨.૧૨ ઈંચ, વાપીમાં ૩.૧૬, પારડીમાં એક, ઉમરગામમાં અઢી, ઘરમપુરમાં બે અને કપરાડામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ કરી ગયા હોવાનું પણ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, સમગ્ર રાજ્યમાં સત્તાવારરીતે મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 48 કલાકમાં ભારે વરસાદ રાજ્યાનાં ઘણા જિલ્લામાં લોકો માટે મોટી મુસિબત બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.