ટીકમગઢ,
વિકાસ એ ભારત દેશની જાણે માઈક્રોસ્કોપમાં નરી આંખે દેખાતી અર્ધ સત્ય અને પાયાવિહોણી વાત છે, કારણ કે જ્યાં જીવિત વ્યક્તિને પાયાની જરૂરિયાતો તો મળતી જ નથી, પરંતુ હવે જાણે મૃત્યુ બાદ પણ પોતાની અંતિમ ક્રિયા માટે જરૂરતની સુવિધા મળવા પાત્ર રહ્યું નથી.
આ વાત છે મધ્ય પ્રદેશના ટીકમગઢ જીલ્લાની, જે સાંભળીને એક તબક્કે તમારા રુંવાટા ઉભા થઇ જશે કે માનવતા હવે ક્યાં જઈ ને અટકી છે..
હકીકતમાં, પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના કે મોહનગઢ થાણા ક્ષેત્રના રહેવાસી એક મહિલાનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરાતા તેઓએ આ મહિલાના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની વાત કરી હતી.
જો કે ત્યારબાદ એક જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જવા માટે પરિવારજનોએ સબવાહિની માટે માંગ કરી હતી, પરંતુ હોસ્પિટલ દ્વારા શબવાહિની આપવા માટે ઇનકાર કરી દીધો , જેથી દિકરો પોતાની માતામાં મૃતદેહને આ સમયે મજબુરીમાં મોટર સાઇકલ પર રાખીને જવું પડ્યું હતું.
મીડિયા રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, હોસ્પિટલની સાથે પોલીસ દ્વારા માનવતા નેવે મુક્ત પોતે પણ મહિલાના સબને પોસ્ટ મોર્ટમ માટે લઇ ગઈ નહિ અને મૃતક મહિલાના દિકરાને કહ્યું કે, તેઓને જિલ્લા હોસ્પિટલમાં લઇ જાય.
ત્યારબાદ દિકરાએ સરકારી સબ વાહીની માટે પણ ઘણા ફોન કર્યા પરંતુ કોઈ જવાબ ન મળ્યા બાદ તેઓએ અંતે ના છુટકે મૃતદેહને દોરડાથી મોટર સાઇકલ પર બાંધીને લઇ જવી પડી હતી.
મહત્વનું છે કે, આ પહેલા આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જે માનવતા નાનામે કલંક છે. આ જોતા લોકોને મજબૂરીમાં શું શું કરવું પડતું હોય છે અને કેટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, તે જાણીને તમે પણ કઈક આશ્ચર્ય પરામડી શકો છો.