Bhavnagar today/ ભાવનગરમાં એક સાથે 100 થી વધુ કાચબાના મોત, સ્થાનીકોમાં રોષ

ખાતરવાડી માં ખુલ્લા પ્લોટમાં સવારે 100તી વધારે કાચબા મૃત હાલતમાં જોવા મળ્યા હતા.જેને પગલે  વનવિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat Others
Untitled 86 4 ભાવનગરમાં એક સાથે 100 થી વધુ કાચબાના મોત, સ્થાનીકોમાં રોષ

ભાવનગરના કુંભારવાડામાં 100થી વધારે કાચબાના રહસ્યમય રીતે મોતની ઘટના સામે આવી છે.આ વિસ્તારમાં બે થી ત્રણ જગ્યાએ મોટી સંખ્યામાં કાચબા વસવાટ કરે છે.ખાતરવાડી માં ખુલ્લા પ્લોટમાં સવારે 100તી વધારે કાચબા મૃત હાલતમાં જોવા મળ્યા હતા.જેને પગલે  વનવિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.ઘટનાને પગલે કર્યવાહી કરી તમામ મૃત કાચબાના રિપોર્ટ ને FSL માં મોકલવામાં આવ્યા છે જોકે FSL ના રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ભાવનગરના કુંભારવાડામાં આવેલા ખાતરવાડીમાં બે મકાનની વચ્ચે કેઝમેન્ટ એરીયા આવેલો છે. જેમાં અંદાજે અસંખ્ય કાચબાઓ વસવાટ કરતા હતા પરંતુ ગત રાત્રી બાદ સવારમાં જ કાચબાઓ મૃત હાલતમાં પાણીમાં તરતા જોવા મળ્યા. જેને પગલે આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકો કાચબાને રોટલી નાખે છે. કાલે પણ રોટલી નાખવામાં આવી હતી અને આ ઘટના બનવા પામી હતી. હાલ વન વિભાગની ટીમ તપાસ કરી રહી છે.

હાલ તો કચાબના શવને સ્થાનિક લોકો દ્વારા બહાર કઢાઈ તેટલા કાઢવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોને દર છે કે આટલી મોટી સંખ્યામાં કાચબાના મોત અને તેના શવ પાણીમાં રહેવાથી એક બે દિવસમાં દુર્ગંધ વધી જશે અને રોગચાળો ફેલાવાનો ભય જરૂર ઉભો થશે.

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

આ પણ વાંચો:લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

આ પણ વાંચો:નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર