Not Set/ AAPને લાગ્યો ફરી એકવાર ઝાંટકો, BJPમાં જોડાયા તેના આ ધારાસભ્ય

એક તરફ લોકસભા ચુંટણીનું પાંચમું ચરણ ચાલી રહ્યુ છે તો બીજી તરફ નેતાઓનાં પાર્ટી બદલવાનું પણ બંધ થયુ નથી. આજે ફરી એક AAP નેતાએ ભાજપમાં એન્ટ્રી લઇ લીધી છે. એક રિપોર્ટ મુજબ બિજવાસનથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર વિધાનસભાની ચુંટણી જીતનાર દેવેન્દ્ર સહરાવતે સોમવારે કેંન્દ્રિય મંત્રી વિજય ગોયલની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કરી દીધો છે. AAPનાં […]

Top Stories India Politics
AAP 5cceb984eacd5 AAPને લાગ્યો ફરી એકવાર ઝાંટકો, BJPમાં જોડાયા તેના આ ધારાસભ્ય

એક તરફ લોકસભા ચુંટણીનું પાંચમું ચરણ ચાલી રહ્યુ છે તો બીજી તરફ નેતાઓનાં પાર્ટી બદલવાનું પણ બંધ થયુ નથી. આજે ફરી એક AAP નેતાએ ભાજપમાં એન્ટ્રી લઇ લીધી છે. એક રિપોર્ટ મુજબ બિજવાસનથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર વિધાનસભાની ચુંટણી જીતનાર દેવેન્દ્ર સહરાવતે સોમવારે કેંન્દ્રિય મંત્રી વિજય ગોયલની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કરી દીધો છે.

Image 15 AAPને લાગ્યો ફરી એકવાર ઝાંટકો, BJPમાં જોડાયા તેના આ ધારાસભ્ય

AAPનાં ધારાસભ્ય દેવેન્દ્ર સહરાવતને થોડા મહિના પહેલા જ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી સ્થગિત કરી દેવામાં આવેલ હતા. જો કે AAPનું આ કરવા પાછળનું કારણ તેમના પાર્ટી વિરોધી ગતિવિધિઓને માનવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, દેવેન્દ્ર સહરાવતની વાત કરવામા આવે તો તે રિટાયર્ડ કર્નલ છે. તેમણે દિલ્હી સરકારનાં પૂર્વ મંત્રી સંદિપ કુમારની કથિત અશ્લિલ સીડી સામે આવ્યા બાદ પોતાની જ પાર્ટી પર સતત પ્રહારો કર્યા હતા. તેટલુ જ નહી તેમણે CM અરવિંદ કેજરીવાલને પત્ર લખી આરોપ લગાવ્યો કે પાર્ટીનાં મોટા નેતાઓ મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. જો કે તેમણો પોતાના આ પત્રમાં લખ્યુ હતુ કે, તેમની પાસે આ વાત સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા શુક્રવારે દિલ્હીની ગાંધીનગર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અનિલ બાજપાયી પણ બીજેપીમાં પ્રવેશ કરી ચુક્યા છે. આ સાથે અનિલ બાજપાયી તેમને કોઇ  નાણાં મળ્યા હોવાનો કે તેની કોઇ માંગણી કરવાની બાબતથી મનાઇ કરી દીધી હતી.