વરસાદી આફત/ નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે જિલ્લાની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. પુર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે.

Top Stories Gujarat Others
Untitled 72 નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીનન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે. તો કેટલાક રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે આવામાં નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે જિલ્લાની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. પુર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે.પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, અંબિકા નદી પણ  ભયજનક સપાટીથી  1 ફૂટ દૂર છે.જ્યારે કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફૂટ દૂર છે.ત્યારે તંત્ર દ્વારા નદીઓની પાસે આવેલા નીચાણવાળા વિસ્તારમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, પ્રદેશમાં મુશળધાર વરસાદ થયો છે, જેના કારણે નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીઓ બે કાંઠે વહેતી થવાના કારણે સ્થિતિ વધુ વણસી છે. મ્યુનિસિપલ ટીમ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ આપવા સક્રિયપણે કામ કરી રહી છે. પૂરથી વિસ્થાપિત થયેલા લોકો માટે રામજી મંદિરમાં રસોડું બનાવવામાં આવ્યું છે.

પૂર્ણા નદી ઉફાન પર છે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ છે, જ્યારે અડધુ નવસારી હાલ જળમગ્ન બન્યુ છે, ત્યારે આગામી કેટલાક કલાકો નવસારી માટે સંકટનો સમય સાબિત થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે બિલિમોરા ખાતે NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

11 ઈંચ વરસાદથી નવસારીમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. માછી માર્કેટમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કમેલા રોડ વિસ્તારમાં પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે.

ભારે વરસાદથી નવસારી ગ્રામ્યમાં 153 માર્ગ બંધ કરાયા હતા.  ભારે વરસાદથી નવસારીમાં સ્ટેટ હાઈવેના 2 માર્ગ બંધ કરાયા હતા. 517 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે.

ગત શનિવારે સવારે 10 થી 12માં 9.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ દુકાનદારોને નુકસાન થયું હતુ. ત્યારબાદ પાલિકામાં ડ્રેનેજની સ્થિતિ સુધારવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતા આજે ફરી વરસાદી આફતમાં દુકાનદારોની મુશ્કેલી વધી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. નેશનલ હાઇવે ઉપર પણ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ ભારે અસર પહોચી છે.

આ પણ વાંચો:યાત્રાધામ દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ, ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

આ પણ વાંચો:ગાંધીનગરમાં સેમીકોન ઈંડિયા 2023નું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહી આ મોટી વાત

આ પણ વાંચો:સુરત પોલીસે વિદેશી કરન્સીનું બ્લેકમાં હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું, ત્રણે ઈસમોની 19.92 લાખની વિદેશી કરન્સી સાથે ધરપકડ

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું