Not Set/ ફરી મળ્યા 46 ચરસનાં પેકેટ, ચરસ ફક્ત કવર તો નથી ને? શું પાકિસ્તાન કઇક મોટુ કરવાની ફીરાકમાં તો નથીને ?

કોરીક્રિક વિસ્તારમાંથી મળલા 46 ચરસના પેકેટ અને આ વિસ્તારમાંથી અવિરત મળી રહેલ ચરસ કઇક મોટું રંઘાઇ રહ્યું હોવાનાં સંકોતો તો નથી આપી રહ્યુંને? BSF અને કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધી 1000થી વધુ પેકેટ કબજે કરવામાં આવ્યા છે. ડ્રગ્સ કાંડમાં પાકિસ્તાની કનેકશન જ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ ફક્ત કવર તો નથીને ? શું ચરસની આડમાં કઇક મોટુ […]

Gujarat Others
18e0e2cc42ef422faece65bbe578763f ફરી મળ્યા 46 ચરસનાં પેકેટ, ચરસ ફક્ત કવર તો નથી ને? શું પાકિસ્તાન કઇક મોટુ કરવાની ફીરાકમાં તો નથીને ?

કોરીક્રિક વિસ્તારમાંથી મળલા 46 ચરસના પેકેટ અને આ વિસ્તારમાંથી અવિરત મળી રહેલ ચરસ કઇક મોટું રંઘાઇ રહ્યું હોવાનાં સંકોતો તો નથી આપી રહ્યુંને? BSF અને કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધી 1000થી વધુ પેકેટ કબજે કરવામાં આવ્યા છે. ડ્રગ્સ કાંડમાં પાકિસ્તાની કનેકશન જ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ ફક્ત કવર તો નથીને ? શું ચરસની આડમાં કઇક મોટુ કરવાની વેતરણમાં નથીને પાકિસ્તાન ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

ગુજરાતનો દરિયાકાંઠો અને ખાસ કરીને ગુજરાતમાં પણ કચ્છનો દરિયાકાંઠો માદક પદાર્થોની દાણચોરી અને પાકિસ્તાન કે સીમા પારથી ભારતમાં માદક પદાર્થો સહિત હથિયાર અને આંતકીઓ ઘૂસાડવા માટે સ્વર્ગ સમાન છે અને વધુ સક્રિય થયો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, કચ્છ પ્રદેશમાં આવેલ દરિયા-જમીન સંકલન સાથેનો ક્રિક વિસ્તાર કોઇ પણ તસ્કરી માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. અને પૂર્વે પણ આ વિસ્તારમાંથી ઘૂસાળવામાં આવેલ માલ સામાને ભારત માટે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. પછી તે માદક પદાર્થો હોય કે RDX જેવી ઘાતક સામગ્રી. ફરી કચ્છમાં દાણચોરો સક્રિય થયા અને કંઇક મોટું કરવાની વેતરણમાં હોવાની ગંધ આવી રહી છે.

જી હા,  કચ્છમાં વધુ 46 ચરસના પેકેટ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાં વધુ 46 પેકેટ મળ્યા હોવાની સાથે પાછલા થોડા દિવસમાં આ વિસ્તારમાંથી સુરક્ષાદળો દ્વારા 1000થી પણ વધુ પેકેટ શોધવામાં આવ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews