PM Modi Gujarat Visit/ ગાંધીનગરમાં સેમીકોન ઈંડિયા 2023નું ઉદ્ધાટન, પીએમ મોદીએ કહી આ મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે, પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.

Gandhinagar Top Stories Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે, પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર છે તેમ પ્રોગ્રામને પણ અપડેટ કરવાની જરૂર છે. SEMCONINDIA દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના જોડાણો અદ્યતન રહે છે. હું પણ માનું છું કે સંબંધોમાં સુમેળ માટે આ જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું, ગયા વર્ષે સેમિકોન ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘રોકાણ વાય ઇન્વેસ્ટ ‘. હવે પ્રશ્ન બદલાઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘વાય નોટ ઇન્વેસ્ટ’. PM મોદીએ કહ્યું- આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતનો હિસ્સો વધ્યો છે. 2014માં ભારતનું ઉત્પાદન $3 બિલિયન કરતાં ઓછું હતું. આજે તે 100 અબજ ડોલરથી વધુ છે.

 હવાની દિશા બદલી ગઈ છે. તમે ભારતના વિકાસ સાથે તમારા સપનાને જોડ્યા છે, ભારત કોઈને નિરાશ કરતું નથી. 21મી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. ભારત તમારા બિઝનેસને ડબલ-ટ્રીપલ કરશે. માત્ર બે વર્ષમાં ભારતમાં બનતા મોબાઈલનું એક્સપોર્ટ બે ગણું થઈ ગયું છે. ભારતમાં દુનિયાના બેસ્ટ મોબાઈલ બને છે. કેટલાક ક્ષેત્રોમાં આપણે માહિર છીએ. 2014માં મોબાઈલની બે કંપની હતી. હાલ 200થી વધુ કંપની મોબાઈલ બનાવી રહી છે. 2014માં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સંખ્યા હતી, આજે 85 કરોડ છે. સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ દુનિયામાં જે લક્ષ્ય લઈને આગળ વધી રહી છે તેમાં ભારતની મોટી ભૂમિકા છે. આ દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિની સાક્ષી બની રહી છે. પહેલા ઔદ્યોગિક ક્રાંતિ અમેરિકા હતી. આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડિયા છે.

તેમણે કહ્યું, ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે. કારણ કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આજે ભારત પર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર ભરોસો છે કારણ કે અમારી પાસે સ્કીલ એન્જિનિયર છે. જે પણ વ્યક્તિ દુનિયાના સૌથી મોટા વાઇબ્રન્ટમાં હિસ્સો બને છે તેને ભરોસો છે ભારત છે. મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાથે આવો આપણે આગળ વધીએ. ભારતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર પાછળ એક તાકાત લગાવીએ છીએ. 300થી વધુ કોલેજોમાં એવી ઓળખ બતાવવા પ્રયાસ કરી રહ્યા છીએ કે, સેમિ કન્ડક્ટરનો કોર્સ ભણવવામાં આવી રહ્યો છે. એક વર્ષમાં 1 લાખ ડિઝાઇન એન્જિનિયર બનશે. સેમિકોન ઇન્ડિયાથી વિશ્વને આત્મવિશ્વાસ વધશે.

PM મોદીએ ઉમેર્યું કે, આજે ભારત દુનિયાનો એ દેશ છે જ્યાં એક્સ્ટ્રીમ પોવર્ટી ખતમ થઈ રહી છે. ભારતના લોકો ટેકનોલોજી ક્ષેત્રે ફાસ્ટ છે. સસ્તો નેટ ડેટા ગામડે ગામડે પહોંચ્યો છે. હેલ્થથી લઈને એગ્રિકલ્ચર સુધી ભારત કામ કરે છે. ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે, કારણ કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા કોર્પોરેટર ટેક્સવાળા દેશમાંનો એક છે. ભારત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને વધુને વધુ તક મળતી જશે.

આ પહેલા ગુરુવારે તેમણે દિવસ દરમિયાન રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. ગુરુવારે મોડી રાત્રે PM મોદીએ ગાંધીનગરના રાજભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર મંત્રી પરિષદ હાજર રહ્યા હતા. રાજભવન ખાતે પીએમ મોદી સાથેની બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ વડાપ્રધાનને પોતપોતાના વિભાગો દ્વારા કરવામાં આવતા મોટા કામો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે મંત્રીઓએ મુખ્ય યોજનાઓ, પ્રોજેક્ટ્સ અને ભાવિ યોજનાઓની વિગતો શેર કરી હતી.

આ પણ વાંચો:ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આ પણ વાંચો:PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

આ પણ વાંચો:અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત