Not Set/ વડોદરા: અડાણિયા પુલ પાસે દેશી બોમ્બ ઝીંકાતા અફરાતફરી, કોઇ જાનહાની નહી

વડોદરાઃ શહેરનાં ફતેપુરા વિસ્તારમાં અટકચાળા તત્વોએ ફરી છમકલુ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે સવારે ફતેપુરાનાં અડાણિયા પુલ પાસે દેશી બોમ્બ ફુટ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સવારે બોમ્બ ધડાકાથી ભારે દોડધામ સાથે અફરાતફરી મચી ગઇ હતી.આ ઘટનામાં સદ્દનસીબે કોઇને જાનહાનિ થઇ નથી. ઘટનાને પગલે શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દેશી […]

Gujarat

વડોદરાઃ શહેરનાં ફતેપુરા વિસ્તારમાં અટકચાળા તત્વોએ ફરી છમકલુ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે સવારે ફતેપુરાનાં અડાણિયા પુલ પાસે દેશી બોમ્બ ફુટ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સવારે બોમ્બ ધડાકાથી ભારે દોડધામ સાથે અફરાતફરી મચી ગઇ હતી.આ ઘટનામાં સદ્દનસીબે કોઇને જાનહાનિ થઇ નથી.

ઘટનાને પગલે શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દેશી બનાવટનો આ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ છરા, ખીલી સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી તપાસ માટે FSL માં મોકલી આપી હતી. પોલીસે રોડ પર બોમ્બ ઝીંકી ભયનો માહોલ ફેલાવનારા તત્વોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.