હોન્ડા મોટરસાયકલ અને સ્કુટર કંપનીએ સીડી 110 ડ્રીમ્સ ડીએક્સ નું 2018 મોડેલ લોન્ચ કર્યું છે. આ બાઈક ડ્રીમ ડી જેવું છે, જે જાપાનમાં 1949માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હોન્ડા સીડી 110 ડ્રીમ ડીએક્સ 2018 ભારતમાં 48,641 રૂપિયાની કિંમતે લોન્ચ થયું છે માર્કેટમાં.
કુલ 5 વિવિધ રંગોમાં આ બાઈક ઉપલબ્ધ હશે, બ્લેક કેબીન ગોલ્ડ સાથે, બ્લેક સિલ્વર મેટાલિક સાથે , બ્લેક ગ્રીન મેટાલિક સાથે, બ્લેક – બ્લેક મેટાલિક સાથે. નવા સીડી 110 ડ્રીમ બાઈકમાં ક્રોમ મફલર પ્રોટેક્ટર સાથે ગોલ્ડ ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે. એમાં હેવી ડ્યુટી રીયર કેરિયર પણ આપવામાં આવ્યું છે. જેના કારણે સફર દરમ્યાન સામાન રાખવામાં આસાની રહેશે. ગ્રાહકોને લાંબી સીટ મળશે અને સાથે એના વ્હીલ બેઝ તમારી મુસાફરીને આરામદાયક બનાવશે.
આ નવા બાઈક હોન્ડા સીડી 110 ડ્રીમ્સ ડીએક્સને લોન્ચ કરતા હોન્ડા મોટરસાયકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ ના સેલ્સ અને માર્કેટીન્ગના ઉચ્ચ ઉપાધ્યક્ષ યાદવિન્દર સિહ ગુલરીયા બોલ્યા કે, ખ્યાતનામ હોન્ડા સીટી બ્રાન્ડ 1966 થી વિશ્વના લાખો ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે.
નવી 2018 સીડી 110 ડ્રીમ ડીએક્સ બાઈક પણ આ વિશ્વાસ અને ભરોસાના વારસાને આગળ વધારશે. એમનું કહેવું હતું કે, કંપનીને આશા છે કે આ નવા બાઈકને વિશેષ રૂપે ગ્રામીણ બજારના ગ્રાહકોથી સારો પ્રતિભાવ મળશે.