Not Set/ #UP/ પ્રવાસી મજૂરો માટે વતન જવુ મોતને ભેટવા બરાબર બન્યુ, વધુ એક રોડ અકસ્માતમાં 3 લોકોનાં મોત

એક તરફ કોરોના અને બીજી તરફ તપતી ગરમીમાં પ્રવાસી મજૂર મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટે પરિવાર સાથે નિકળી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની સાથે રોડ અકસ્માતનાં હાદસા હજુ પણ ઓછા નથી થઇ રહ્યા. યુપીનાં મિર્ઝાપુરમાં હવે મજૂરો સાથે એક અકસ્માત થયો હતો. અહીં એક મોટા ટ્રકે રસ્તાની બાજુમાં સુઇ રહેલા પરપ્રાંતિય મજૂરોને કચડી […]

India
282d01de513f932a70dd1b37303e7e46 #UP/ પ્રવાસી મજૂરો માટે વતન જવુ મોતને ભેટવા બરાબર બન્યુ, વધુ એક રોડ અકસ્માતમાં 3 લોકોનાં મોત
282d01de513f932a70dd1b37303e7e46 #UP/ પ્રવાસી મજૂરો માટે વતન જવુ મોતને ભેટવા બરાબર બન્યુ, વધુ એક રોડ અકસ્માતમાં 3 લોકોનાં મોત

એક તરફ કોરોના અને બીજી તરફ તપતી ગરમીમાં પ્રવાસી મજૂર મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટે પરિવાર સાથે નિકળી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની સાથે રોડ અકસ્માતનાં હાદસા હજુ પણ ઓછા નથી થઇ રહ્યા. યુપીનાં મિર્ઝાપુરમાં હવે મજૂરો સાથે એક અકસ્માત થયો હતો. અહીં એક મોટા ટ્રકે રસ્તાની બાજુમાં સુઇ રહેલા પરપ્રાંતિય મજૂરોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મળતી માહિતી મુજબ કેટલાક મજૂરો મુંબઇથી બિહાર જવા માટે ઈનોવા કારથી નીકળ્યા હતા. રાત્રે ડ્રાઇવરે લાલગંજ પાસે કાર રોકીને આરામ કરવાનુ વિચાર્યુ હતુ. બધા મજૂરો પણ નીચે ઉતર્યા અને રસ્તાની બાજુ સૂઈ ગયા. સવારે, અચાનક બીજી બાજુથી જતી હાઈસ્પીડ ટ્રકનો અચાનક સ્ટેયરિંગ ફેલ થતા તે રસ્તાની બાજુમાં સુઇ રહેલા મજૂરો પર ચઢી ગઇ હતી. અકસ્માત બાદ અરાજકતા જોવા મળી હતી. અવાજ સાંભળીને આસપાસનાં લોકો સ્થળ પર પહોંચી ગયા.

સ્થાનિકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઠવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસને જાણ થતાં પહોંચેલી પોલીસે રાહત કામગીરી પણ શરૂ કરી દીધી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકનાં સીએચસીમાં મોકલાયા હતા. જ્યારે પરિસ્થિતિ નાજુક બની ત્યારે ચાર મજૂરોને બીએચયુનાં ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.