India Canada news/ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરોધી રાગ આલાપ્યો

ભારતે આ મામલે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે.

Top Stories World
Mantavyanews 77 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરોધી રાગ આલાપ્યો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો ‘નિજ્જર‘ આલાપ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ આરોપ લગાવ્યો કે મેં સોમવારે જ કહ્યું હતું કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનું માનવા માટે વિશ્વસનીય કારણો છે. ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ફરી એકવાર આ બધું કહ્યું હતું. તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ આરોપોને ગંભીરતાથી લે અને અમારી સાથે મળીને કામ કરે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી ધરાવતા દેશ તરીકે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે અત્યંત પ્રમાણિકતા સાથે કામ કરીએ. હું તમને ખાતરી આપવા માગુ છું કે આ આરોપોને હાઉસ ઓફ કોમન્સમાં દરેકની સમક્ષ રજૂ કરવાનો નિર્ણય ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કાયદાનું પાલન કરનાર દેશ તરીકે નિષ્પક્ષ તપાસ કરવાની અમારી જવાબદારી છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રણાલીને અનુસરીએ છીએ.

આ પહેલા પણ ટ્રુડો સતત ભારત પર આરોપ લગાવી રહ્યા છે જ્યારે ભારતે આ મામલે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનો પક્ષ રજૂ કરતા કેનેડાને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે અને પાકિસ્તાન આમાં તેને સમર્થન આપી રહ્યું છે. પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે કેનેડાએ નિજ્જરના મૃત્યુ બાદ તેના કેસ અંગે ભારત સાથે કોઈ નક્કર માહિતી શેર કરી નથી.

પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે, ભારતે વોન્ટેડ આતંકીઓ અને ગુનેગારોને સોંપવાની માગ સાથે માહિતી શેર કરી છે. અરિંદમ બાગચીએ કહ્યું છે કે કેનેડામાં રહેતા અને આતંક ફેલાવનારા લોકોની માહિતી ત્યાંની સરકારને આપવામાં આવી હતી, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કેનેડા આતંકવાદી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશ્રય બની ગયું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો: Weather Update/ આજે દેશના આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

આ પણ વાંચો: Ganesh Chaturthi/ ગણપતિ બાપ્પાના સ્વરૂપમાં છૂપાયા છે ગહન રહસ્યો, આ અંગો આપે છે ખાસ સંકેત

આ પણ વાંચો: સસ્પેન્ડ/ અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ