Not Set/ હવે દુનિયામાં ‘અભિનંદન’નો અર્થ બદલાઈ ગયો છે: PM

દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ તેમાં હાજરી આપી હતી. કન્સ્ટ્રકશન ઇન્ડિયા 2019ના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ભારતની કૂટનીતિક જીત છે. પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાન જે પણ કરે છે, દુનિયા તેમને ધ્યાનથી જુએ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે થયું તેના કારણે સંસ્કૃત શબ્દ ‘અભિનંદન’નો અર્થ હવે બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે અભિનંદનનો […]

Top Stories India
mantavya 39 હવે દુનિયામાં 'અભિનંદન'નો અર્થ બદલાઈ ગયો છે: PM

દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ તેમાં હાજરી આપી હતી. કન્સ્ટ્રકશન ઇન્ડિયા 2019ના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ભારતની કૂટનીતિક જીત છે.

પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાન જે પણ કરે છે, દુનિયા તેમને ધ્યાનથી જુએ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે થયું તેના કારણે સંસ્કૃત શબ્દ ‘અભિનંદન’નો અર્થ હવે બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે અભિનંદનનો અર્થ પહેલા શુભેચ્છા હતો પરંતુ હવે કઈંક બીજો છે.

પીએમ મોદી વિજ્ઞાન ભવનમાં કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ઈન્ડિયા 2019નું ઉદ્ધાટન કર્યું. કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે અમારી સરકારે સૌથી વધુ અને સસ્તા દરે ઘર આપ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટર સંલગ્ન કાયદાને અમે ઠીક કર્યા છે. અમે સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપ્યું છે અને આ સાથે જ અમે હાઉસિંગ સેક્ટરમાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.

mantavya 38 હવે દુનિયામાં 'અભિનંદન'નો અર્થ બદલાઈ ગયો છે: PM

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ઘરમાં આપનું સ્વાગત છે વિંગ કમાન્ડર અભિનંદન! રાષ્ટ્રને આપના અનુકરણીય સાહસ પર ગર્વ છે. આપણા સુરક્ષા દળો 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા છે, વંદે માતરમ.

સ્વચ્છ ભારત મીશન, વડાપ્રધાન આવાસ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઈવલીહૂડ મીશન અને અમૃત યોજના જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો લાગુ કર્યા છે.

વડાપ્રધાન મોદીએ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે ફંડિંગની સાથે સાથે દેશના ઈતિહાસમાં પહેલીવાર હાઉસિંગ સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરને સ્પષ્ટ કાયદાનો સહારો મળી શકે. તેના પર અમે કામ કરી રહ્યાં છીએ. રેરા (RERA)થી આ સેક્ટરમાં પારદર્શકતા આવી છે.