Not Set/ પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

કચ્છ, પુલાવામામાં થયેલા આતંકી હુમલાના પગલે ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કચ્છની રણ સરહદની પરિસ્થિતિ જાણવા મંતવ્ય ન્યૂઝની ટીમે સરહદની મુલાકાત લીધી હતી. જેમાં કચ્છની બોર્ડરને અડીને આવેલા દેશનું છેલ્લું ગામ કુરનની વસ્તી માત્ર 1000 છે. પરંતુ ગ્રામવાસીઓનો હોંસલો બુલંદ છે. ગામ લોકો સૈન્યને મદદ કરવા સરહદ પર જવા […]

Top Stories Gujarat Others
mantavya 40 પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

કચ્છ,

પુલાવામામાં થયેલા આતંકી હુમલાના પગલે ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કચ્છની રણ સરહદની પરિસ્થિતિ જાણવા મંતવ્ય ન્યૂઝની ટીમે સરહદની મુલાકાત લીધી હતી.

જેમાં કચ્છની બોર્ડરને અડીને આવેલા દેશનું છેલ્લું ગામ કુરનની વસ્તી માત્ર 1000 છે. પરંતુ ગ્રામવાસીઓનો હોંસલો બુલંદ છે. ગામ લોકો સૈન્યને મદદ કરવા સરહદ પર જવા તૈયાર છે. જો કે હાલ ભારત – પાકને જોડતા ઇન્ડિયા બ્રિજ પર અવર જવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે અને કુરનની સરહદને બંધ કરી દેવામાં આવી છે.

આ બાબતને લઇ ગામના સરપંચે જણાવ્યુ હતુ કે, અમે દેશની તમામ ગતિવિધીઓની સાથે છીએ. દેશ માટે ખાણી પીણીની વ્યવસ્થા કરવા પણ અમે તૈયાર છીએ. જો કોઇ શંકાસ્પદ બાબત જણાશે તો અમે એજન્સીઓનો સંપર્ક કરી તમામ માહિતી ફોજને આપીશુ.

જો કે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. હુમલો થશે તેવો ભય નથી. અમને સેનાના જવાનો પર પુરો વિશ્વાસ છે. જો કે કચ્છની સરહદ પર આવેલા ઇન્ડિયા બ્રિજને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.  બીજી તરફ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.કુરનની સરહદ પણ બંધ કરી દેવામાં આવી છે.

mantavya 43 પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

કાશ્મીરના પુલવામામાં જવાનો પર આતંકીઓએ કરેલા ઘાતકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાની દરેક ભારતીયમાં માંગ ઉઠી હતી. સમગ્ર દેશ જાણે એેક તાંતણે બંધાયો હોય તેવી એેકતા દરેકને ઉડીને આંખે વળગે તેમ દેખાતી હતી. ત્યારે કચ્છના સરહદી વિસ્તારમાં રહેતા કુરન ગામના યુવનોમાં પણ દેશભાવના ઢાંકી શકાય તેમ નહોતી. તેઓએ પણ મા ભોમ માટે મરી મટવાની પૂરી તૈયારી બતાવી હતી.

mantavya 41 પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

.કચ્છની બોર્ડરને અડીને આવેલા દેશનું છેલ્લું ગામ કુરનની વસ્તી માત્ર 1000 છે. પરંતુ ગ્રામવાસીઓનો હોંસલો બુલંદ છે તેઓ સૈન્યને મદદ કરવા સરહદ પર જવા તૈયાર છે. તો રણ સરહદે ભારત – પાક ને જોડતા ઇન્ડિયા બ્રિજ પર અવર જવર માટે હાલ પ્રતિબંધ લગાવી દેવાયો છે.કુરનની સરહદને પણ સિલ કરી દેવાઈ છે.

mantavya 42 પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965 અને 1971 ના યુદ્ધમાં આ ગામના વડીલોએ સરહદના સંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી અને સરહદ પર દેશનું રખોપુ કરતા જવાનો માટે ભોજન, પાણી સહિતની વ્યવસ્થા કરી હતી.

mantavya 44 પુલાવામા હુમલા બાદ દેશવાસીઓમાં આગ, કચ્છના આ ગામલોકોનો મા ભોમ માટે મરી મિટવાનો હોંસલો

તેમજ અંતિમ પિલલર સુધી ભોમિયાની ભૂમિકા ભજવી હતી. કચ્છની રણ સરહદે ભારત અને પાકિસ્તાન ને જોડતા ઇન્ડિયા બ્રિજ પર હાલ પ્રતિબંધ લગાવાયો છે બીએસએફ સિવાય કોઈ પણ ત્યાં જઈ શકતું નથી.