Not Set/ લાખણી/ દુધસંઘના સુપરવાઈઝર અશોક પટેલ દ્વારા બનાસ દાણનો બોગસ ઓર્ડર કરી ગામની દૂધમંડળીને જ 18.36 લાખનો ચુનો

લાખણી તાલુકાના ઘાણા ગામના આવેલી રાજારામ નગર મિલ્ક કલેક્શન સેન્ટર દૂધમંડળી સાથે ભયંકર ગેરરીતી થઇ હોવાની ઘટના બની હતી. આ પછી આરોપીઓને પુછપરછ કરી ગુનો સાબિત થતાં બોગસ ઓર્ડરથી દાણ મેળવનાર અને સ્વિકારનાર પાસેથી બનાસ ડેરીએ 18.36 લાખ કાપી લઇ જમા લીધા હતા. જોકે ભોગ બનનાર દૂધમંડળીને છેલ્લા બે મહિનાથી કૌભાંડથી કપાત થયેલ રકમ પરત […]

Gujarat Others
scame લાખણી/ દુધસંઘના સુપરવાઈઝર અશોક પટેલ દ્વારા બનાસ દાણનો બોગસ ઓર્ડર કરી ગામની દૂધમંડળીને જ 18.36 લાખનો ચુનો

લાખણી તાલુકાના ઘાણા ગામના આવેલી રાજારામ નગર મિલ્ક કલેક્શન સેન્ટર દૂધમંડળી સાથે ભયંકર ગેરરીતી થઇ હોવાની ઘટના બની હતી. આ પછી આરોપીઓને પુછપરછ કરી ગુનો સાબિત થતાં બોગસ ઓર્ડરથી દાણ મેળવનાર અને સ્વિકારનાર પાસેથી બનાસ ડેરીએ 18.36 લાખ કાપી લઇ જમા લીધા હતા. જોકે ભોગ બનનાર દૂધમંડળીને છેલ્લા બે મહિનાથી કૌભાંડથી કપાત થયેલ રકમ પરત નહિ મળતા જીવન દોહ્યલુ બન્યુ છે. દૂધ ઉત્પાદકો અને મંડળીના સંચાલકો ભાજપ-કોંગ્રેસની રાજનિતીમાં ભરાઇ પડ્યા છે.

રાજારામનગર (ઘાણાં) મિલ્ક કલેક્શન સેન્ટર સાથે દૂધસંઘના સુપરવાઇઝરે નાણાંકીય ગેરરીતી આચરી હતી. ગત જુલાઇ માસ દરમ્યાન દૂધસંઘના સુપરવાઇઝર અશોક પટેલે ડમી ઓર્ડરો બનાવી દાણ મળ્યા સંદર્ભે બનતી ડીઆઇ પર સહી-સિક્કા કરી આઠ ગાડી દાણ મંગાવ્યુ હતુ. કુલ આઠ ગાડીમાં 2400 બોરી બનાસદાણ મંગાવી બારોબાર અન્ય દૂધમંડળીઓમાં ઉતાર્યુ હતુ. આ પછી રાજારામનગર મિલ્ક કલેક્શનના બેંક ખાતામાંથી રકમ કપાતા મંત્રીને પગતળેથી જમીન ખસી ગઇ હતી.

આ પછી તાત્કાલિક દોડધામ કરી મંડળીના મંત્રી દેમીબેન પટેલે સંઘના સુપરવાઇઝર અશોકભાઇની મંડળી કુષ્ણનગરથી ત્રણ ગાડીઓનુ દાણ પકડ્યુ હતુ. જોકે ત્રણેય ગાડીઓનુ પેમેન્ટ કર્યા બાદ બાકીની પાંચ ગાડીઓનુ પેમેન્ટ અધ્ધરતાલ રહ્યુ હતુ. રાજરામનગર દૂધમંડળીના મહિલા મંત્રી અને દૂધ ઉત્પાદકોને વગર વાંકે 18.36 લાખનો ચુનો લાગ્યો હોઇ બનાસ દૂધસંઘમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં બારોબાર દાણ મેળવનાર ડેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઝડીયાલી દૂધ્ ઉત્પાદક સહકારી મંડળી,તા. લાખણી અને દામારામપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી,તા. ડીસાના બેંક ખાતામાંથી રકમ કાપી લેવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજરામનગર મંડળીના દૂધ ઉત્પાદકો અને મંત્રી છેલ્લા કેટલાય દિવસોથી પોતાની 18,36,420 રકમ મેળવવા મથી રહ્યા છે. દાણના બારોબારીયાની રકમ બનાસ દૂધસંઘ પાસે કબજે હોવા છતાં મંડળીને ચુકવવામાં આવી નથી તેને લઇ અત્યંત ગંભીર બાબત સામે આવી છે. દાણના કૌભાંડના જેની સૌથી વધુ આક્ષેપ છે તેવા રૂટ સુપરવાઇઝર અશોક પટેલ કોંગ્રેસ વિચારધારાના છે. જ્યારે દૂધસંઘના સત્તાધિશો ભાજપી હોવાથી રાજનિતીને કારણે રાજારામનગર દૂધ મંડળી ભરાઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે અશોક પટેલ લાખણી કોંગ્રેસ પ્રમુખ ધુડા ભાઈના પુત્ર હોવાથી રાજકીય લાગવગ મળી રહેતી હોવાથી રાજારામ મિલ્ક કલેક્શન ના મંત્રીને હજુ ન્યાય મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.