જામનગરમાં ભાજપના નેતાઓ વચ્ચે ઝઘડો શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો. ગઈકાલે જાહેરમાં ભાજપના ત્રણ મહિલા વચ્ચે વાંકયુદ્ધ થયું હતું.જેમાં સંસદ પુનમબેન માડમ,MLA રિવાબા જાડેજા અને મેયર બીનાબેન વચ્ચે તું..તું..મે…મેં.. થઇ હતી. જે બાદ એક પછી એક સામે આવીને પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. પહેલા રિવાબા જાડેજાએ પોતાનો પક્ષ મુક્યો હતો જે બાદ મેયર બીનાબેન કોઠારીએ મીડિયા સામે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમ છતાં આ મામલો શાંત થયો નથી. હવે આ મામલે મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા છે. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યોછે.
જણાવીએ કે, મેયરના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ પ્રકારનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે, જો કે, શહેર પ્રમુખે મેયરના પરિવારજનોને કહ્યું કે, આગામી દિવસોમાં એવું નહિ થાય એવી હૈયા ધારણા આપી છે.
આપને જણાવી દઈએ કે, ગઈકાલે જામનગરના લાખોટા તળાવ નજીક ભાજપના મેરી માટી મેરા દેશ કાર્યક્મમાં ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો હતો. જેના કારણે માટી અને દેશ સાઈડમાં જતા રહ્યા હતા અને સાંસદ અને ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા.
રિવાબાએ ગતરોજ મીડિયાને સમક્ષ કરેલા કથન અનુસાર કાર્યક્રમમાં ચપ્પલ ઉતારવાની વાતમાંથી સાંસદ પૂનમ માડમે વાંકુ બોલ્યું અને ત્યાંથી બબાલ શરૂ થઈ હતી. જેમાં રિવાબાના કથન મુજબ પૂનમબેને કહ્યું હતું કે કેટલાક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ બની રહ્યા છે. જેના કારણે રિવાબાએ પણ રોકડું પરખાવી દિધું હતું.
આ બબાલમાં વચ્ચે પડેલા મેયર બિનાબેન કોઠારીને પણ રિવાબાએ આડેહાથ લઈ લીધા હતા અને કહી દિધું હતું કે ઔકાતમાં રહેજો. રિવાબાના કહેવા મુજબ આ લડાઈ સ્વાભિમાનની હતી પરંતુ, જો તાજો ભૂતકાળ અને આગામી લોકસભાની ચૂંટણી તરફ ધ્યાન કરીએ તો લડાઈ સ્વાભિમાન કરતા અસ્તિત્વની વધારે જણાય છે. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ પણ આ લડાઈને અસ્તિત્વની લડાઈ હોવાનું કથન કર્યું છે.
આ બબાલ બાદ રિવાબાએ તો ખુલીને મીડિયા સમક્ષ ચર્ચા કરી પણ રાજકારણમાં પીઢ બની ગયેલા પૂનમ માડમે આગથી રમવાના બદલે સિફત પૂર્વક જવાબ આપ્યા હતા… ત્યાં સુધી કે તેમણે બનાબેનને વડીલ અને રિવાબા મારા નાના બહેન કહ્યા હતા… આમ પૂનમ માડમે સમગ્ર મામલાના કારણે મચેલા હંગામાથી પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો