Not Set/ શું અમદાવાદનું નામ કર્ણાવતી થવું શક્ય છે? પ્રક્રિયા લાંબી છે અને રાજ્ય સરકારે દરખાસ્ત જ નથી મોકલી

અમદાવાદ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યું તે પછી હવે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ છે. સીએમ વિજય રૂપાણીએ એવા સંકેતો આપ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ બદલાઇ કર્ણાવતી થશે.એ અગાઉ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે. હવે […]

Top Stories
ahd karnavati 1 શું અમદાવાદનું નામ કર્ણાવતી થવું શક્ય છે? પ્રક્રિયા લાંબી છે અને રાજ્ય સરકારે દરખાસ્ત જ નથી મોકલી

અમદાવાદ

યુપીમાં સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યું તે પછી હવે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ છે. સીએમ વિજય રૂપાણીએ એવા સંકેતો આપ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ બદલાઇ કર્ણાવતી થશે.એ અગાઉ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે.

હવે જ્યારે રાજ્ય સરકાર અમદાવાદનું નામ બદલવા અગ્રેસર છે ત્યારે જાણવું પણ રસપ્રદ રહેશે કે જો નામ બદલાય તો  સામાજિક, રાજકીય અને કાયદાકીય સ્થિતિ શું થશે

કેટલાંક કાયદાના નિષ્ણાતો કહે છે કે શહેરના નામ બદલવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે નથી.આ અગાઉ 1998માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે જાણીતા કર્મશીલ એડવોકેટ(હાલ સ્વર્ગસ્થ)ગીરીશ પટેલે આ મામલે કાયદાકીય સવાલો ઉભા કર્યા હતા. લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરીને અમદાવાદનું નામ બદલવા પર કાયદાકીય સવાલો ઉભા કર્યા હતા.જોવાની વાત એ છે કે એ વખતે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટને જણાવ્યું હતું.

1998-2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજયમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની બે વાર પીટીશન દાખલ થઇ હતી,જો કે તે સમયના યુનિયન મિનિસ્ટર જ્યોર્જ ફર્નાડીઝના મંત્રાલયે કોર્ટને જણાવ્યું હતું કે તેમનો નામ બદલવાનો કોઇ ઇરાદો નથી એ પછી આ પીટીશનો પાછી ખેંચાઇ હતી.

અમદાવાદનું નામ બદલવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને જે પ્રસ્તાવ મોકલવો જોઇએ તે હજુ મોકલાયો નથી. શહેરના નામ બદલવાની  પ્રક્રિયા ઘણી લાંબી છે અને જેમાં કેટલાક કેન્દ્રીય મંત્રાલય અને વિભાગ પણ સામેલ હોય છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેલ્લા એક વર્ષમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં 25 શહેરો અને ગામોના નામ બદલવાના પ્રસ્તાવો તેમને મળ્યા છે.જો કે  અલાહાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાના પ્રસ્તાવને હજુ સુધી ઉત્તરપ્રદેશ સરકારે મંત્રાલયને નથી મોકલ્યા.

18 મે 2018ના રોજ વિધાનસભા સત્રમાં નિર્ઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે સવાલ પુછ્યો હતો કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો છે કે નહીં ?

આના જવાબમાં એવી વિગતો સામે આવી હતી કે ગુજરાત સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં નામ બદલવાની કોઈ જ દરખાસ્ત કેન્દ્રમાં કરી નથી.

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના રાજ્ય સરકારના પ્રયાસો એટલે નિષ્ફળ ગયા છે કે બંધારણીય ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજીત કરવાનો સરકારને અધિકાર નથી.

સવાલ એ છેકે, જયારે બે વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યારે સરકાર કયા આધાર પર નામ બદલવા માગે છે? ને નામ બદલીને શું કરશે?

શું કર્ણાવતી નામ બદલવાથી અમદાવાદીઓની હાલત સુધરવાની છે?

શું નામ બદલવાથી અમદાવાદનું જીવલેણ રીતે ફેલાઇ રહેલું પ્રદુષણ ઓછું થવાનું છે?

શું નામ બદલવાથી ચોમાસામાં ભુવા પડવાના બંધ થવાના છે?

શું નામ બદલવાથી રસ્તાઓ તુટતા બંધ થવાના છે?

શું નામ બદલવાથી માસુમ બાળકીઓ પર થતાં બળાત્કારો બંધ થવાના છે?

શું નામ બદલવાથી પીરાણાનો કચરાનો પર્વત સાફ થવાનો છે?

આવા એક હજાર સવાલો અમદાવાદીઓને સતાવી રહ્યાં છે.

કર્ણાવતીના ઇતિહાસ વિશે જાણીતા પત્રકાર અને કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે કે કર્ણાવતી નામનું કોઇ મહાનગર હોવાના ઐતિહાસિક પુરાવા નથી મળતા. એ મૂળે કર્ણદેવના સમયમાં લશ્કરી છાવણી હતી, ને આ તો સુધારેલો ઇતિહાસ છે. અમદાવાદ વસ્યું એ ઇતિહાસ જૂદો હતો. અહીં કોઈ નગર ધ્વંસ કરીને નગર નથી વસ્યું.