Not Set/ PNB સ્કેમ : EDએ મેહુલ ચોકસી વિરુધ કસ્યો વધુ એક શિકંજો, થાઈલેન્ડમાં જપ્ત કરી કંપની

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર મેહુલ ચોકસી વિરુધ ED દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા આ કૌભાંડી વિરુધ કાર્યવાહી કરતા થાઈલેન્ડ સ્થિત ગીતાંજલી ગ્રુપની એક કંપનીને જપ્ત કરી છે અને તેની કુલ કિંમત ૧૩ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.   EDના અધિકારીઓના જણાવ્યા […]

Top Stories World Trending
04 01 2019 11 09 2018 mehul new video 18413965 123241767 18819910 203233251 PNB સ્કેમ : EDએ મેહુલ ચોકસી વિરુધ કસ્યો વધુ એક શિકંજો, થાઈલેન્ડમાં જપ્ત કરી કંપની

નવી દિલ્હી,

પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર મેહુલ ચોકસી વિરુધ ED દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.

ED દ્વારા આ કૌભાંડી વિરુધ કાર્યવાહી કરતા થાઈલેન્ડ સ્થિત ગીતાંજલી ગ્રુપની એક કંપનીને જપ્ત કરી છે અને તેની કુલ કિંમત ૧૩ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

1533393832 0664 PNB સ્કેમ : EDએ મેહુલ ચોકસી વિરુધ કસ્યો વધુ એક શિકંજો, થાઈલેન્ડમાં જપ્ત કરી કંપની
national-pnb-scam-ed-attaches-thailand-factory-mehul-choksis-group-company

 

EDના અધિકારીઓના જણાવ્યા મુજબ, PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. થાઈલેન્ડ સ્થિત  એબીક્રેસ્ટ લિમિટેડ નામની જપ્ત કરાયેલી આ કંપની એ મેહુલ ચોકસીના ગીતાંજલી ગ્રુપની એક કંપની છે.

એજન્સીએ વધુમાં કહ્યું હતું કે,  PMLA એક્ટ હેઠળ જાહેર કરાયા મુજબ, એબીક્રેસ્ટ લિમિટેડ એ LOU( લેટર ઓફ અન્ડરટેકિંગ)ના લાભાર્થી છે, જેઓએ પંજાબ નેશનલ બેન્ક પાસેથી લીધેલી રૂ. ૯૨.૩ કરોડ રૂપિયાની રકમને સ્કેમ અને ગેરકાયદેસર રીતે જારી કરી છે”.

Modi%20and%20Choksi PNB સ્કેમ : EDએ મેહુલ ચોકસી વિરુધ કસ્યો વધુ એક શિકંજો, થાઈલેન્ડમાં જપ્ત કરી કંપની
national-pnb-scam-ed-attaches-thailand-factory-mehul-choksis-group-company

અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસી એ દેશની ટોચની સાર્વજનિક બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરતા વધુનું ફૂલેકું ફેરવી જનારા નીરવ મોદીનો ભત્રીજો છે અને આં બંને કૌભાંડીઓ વિરુધ ED અને CBIના તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અત્યારસુધીમાં જપ્ત કરાયેલી પ્રોપર્ટી અંગે ED દ્વારા જણાવાયું કે, PNB સ્કેમ હેઠળ કરાયેલી કાર્યવાહી દરમિયાન અંદાજે ૪,૭૬૫ કરોડ રૂપિયાની કુલ મિલકત જપ્ત કરવામાં આવી છે.