Not Set/ આજે શનિવારી અમાવસ્યા, આટલા ઉપાય અજમાવશો તો થશો દોષમુક્ત

અમદાવાદ, આજે શનિવારે શનિવારી અમાવાસ્યાનો ઉત્તમ દિવસ છે. આજે જો તમે અડદ, તેલ અને જૂના વસ્ત્રોનું દાન કરશો તો શનિનો સારો પ્રભાવ તમારી પર રહેશે. જો તમારી કુંડળીમાં રાહુ કેતુનો દોષ હોય તો આજે તનેે  દૂર કરવા આ ખાસ ઉપાય કરીને દૂર કરી શકો છો.આજે કાળા અડદ, તલનું તેલ અને જૂના વસ્ત્રો ના દાન કરીને […]

Uncategorized
shan આજે શનિવારી અમાવસ્યા, આટલા ઉપાય અજમાવશો તો થશો દોષમુક્ત
અમદાવાદ,
આજે શનિવારે શનિવારી અમાવાસ્યાનો ઉત્તમ દિવસ છે. આજે જો તમે અડદ, તેલ અને જૂના વસ્ત્રોનું દાન કરશો તો શનિનો સારો પ્રભાવ તમારી પર રહેશે.
જો તમારી કુંડળીમાં રાહુ કેતુનો દોષ હોય તો આજે તનેે  દૂર કરવા આ ખાસ ઉપાય કરીને દૂર કરી શકો છો.આજે કાળા અડદ, તલનું તેલ અને જૂના વસ્ત્રો ના દાન કરીને જો શનિ મહારાજનો ઉપવાસ રાખશો તો પણ ઘણી પીડાઓ દૂર થશે.
 આજે  ખાસ દિવસ છે, શનિવારી અમાવાસ્યા અને ગ્રહણનો વેધ દિવસને ખાસ બનાવે છે. જો આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પીપળાના વૃક્ષનું પૂજન કરીને તેને જળ કે દૂધ ચઢાવવામાં આવે તો પિતૃઓને શાંતિ મળે છે. સાથોસાથ શનિ-રાહુ-કેતુ જેવા દોષ દૂર થાય છે.
સવારે શુદ્ધ થઈને સ્વચ્છ અને પવિત્ર કપડાં પહેરીને પીપળાની પૂજા કરો. પીપળાના થડે કેસર, ચંદન, ચોખા અને ફૂલ ભેળવેલું પવિત્ર જળ અર્પિત કરો. કાળા તલ નાંખેલું દૂધ અર્પિત કરો. તલના તેલનો દિવો કરો. આ પછી લોખંડના વાસણનું દાન કરો.
પછી અહિં નીચે લખેલો મંત્રજાપ કરો. ઓછામાં ઓછી એક માળા કરવી. પછી પીપળામાં જલ ચઢાવેલી માટીમાંથી કપાળે તિલક કરી, સર્વ દોષનું શમન થાય અને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ માંગવા. સૌનું કલ્યાણ ઈચ્છવું. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
મંત્રઃ 
આયુઃ પ્રજાં ધનં ધાન્યં સૌભાગ્યં સર્વસમ્પદમ્
દેહિ દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગતઃ
વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વસંભવાય વિશ્વપતયે ગોવિન્દાય નમો નમઃ |
આ મંત્રની એક માળા રાત શરૂ થાય તે પહેલાં મોડાંમાં મોડી સંધ્યા સુધી  કરવી.