Not Set/ દેશની રક્ષા ક્ષેત્રની કંપની HAL સંકટમાં, કર્મચારીઓને પગાર આપવા લેવા પડ્યા ૧૦૦૦ કરોડ રૂપિયા ઉધાર

નવી દિલ્હી, દેશમાં ભારતીય રક્ષા ક્ષેત્રની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) હાલમાં એક ભીષણ સંકટમાંથી પસાર થઇ રહી છે. તાજેતરમાં HALની સ્થિતિ એ કક્ષાએ પહોંચી છે કે કંપની પાસે પોતાના કર્મચારીઓને પગાર આપવાના ફાંફા પડી રહ્યા છે. આ વચ્ચે HAL દ્વારા કમચારીઓને સેલરી આપવા માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લેવાની ફરજ પડી છે. ગુરુવારે […]

Top Stories India Trending
HAL bangalore દેશની રક્ષા ક્ષેત્રની કંપની HAL સંકટમાં, કર્મચારીઓને પગાર આપવા લેવા પડ્યા ૧૦૦૦ કરોડ રૂપિયા ઉધાર

નવી દિલ્હી,

દેશમાં ભારતીય રક્ષા ક્ષેત્રની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) હાલમાં એક ભીષણ સંકટમાંથી પસાર થઇ રહી છે. તાજેતરમાં HALની સ્થિતિ એ કક્ષાએ પહોંચી છે કે કંપની પાસે પોતાના કર્મચારીઓને પગાર આપવાના ફાંફા પડી રહ્યા છે.

આ વચ્ચે HAL દ્વારા કમચારીઓને સેલરી આપવા માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લેવાની ફરજ પડી છે.

HAL के लिए इमेज परिणाम

ગુરુવારે HALના CMD આર. માધવને જણાવ્યું હતું કે, “કંપનીનું કેશ એન્ડ હેન્ડ નેગેટિવ છે. અમારા દ્વારા હાલમાં ૧,૦૦૦ કરોડ રૂપિયા ઓવરડ્રાફ્ટ હેઠળ લોન તરીકે લેવા પડ્યા છે”.

તેઓએ વધુમાં કહ્યું, “૩૧ માર્ચ સુધી કંપની ૬૦૦૦ કરોડ રૂપિયાના દેવામાં હોઈશું, જે એક મુશ્કેલીભરી સ્થિતિ હશે. અમે દૈનિક કામો માટે લોન લઇ શકીએ છીએ, પરંતુ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ખરીદી માટે લોન લઇ શકાતી નથી”.

મહત્વનું છે કે, દેશમાં રક્ષા ક્ષેત્રના હથિયારો નિર્માણ કરનારી HAL તાજેતરમાં ઓવરડ્રાફ્ટ પર જ કામ કરી રહી છે. કંપનીના સંકટનું મુખ્ય કારણ જોવામાં આવે તો, તેઓ દ્વારા પોતાના સૌથી મોટા ગ્રાહકો પાસેથી વસુલવામાં આવનારી ધનરાશિ મળી રહી નથી.

HAL के लिए इमेज परिणाम

બીજી બાજુ ભારતીય વાયુસેના દ્વારા પણ સપ્ટેમ્બર, ૨૦૧૭ પછી HAL કંપનીને કોઈ પેમેન્ટ આપ્યું નથી.

એક રિપોર્ટ મુજબ, ઓક્ટોબરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સનું ગ્રાહકો પર કુલ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે. જયારે આ આંકડો ડિસેમ્બરમાં ૧૫,૭૦૦ કરોડ રૂપિયા સુધી આવી ગયો છે અને આગામી માર્ચ મહિના સુધીમાં તે ૨૦,૦૦૦ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.