દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ પહેલા, ચૂંટણી પ્રચારના ઘણા રંગો જોવામાં આવ્યા છે. તો આજ તર્જ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તજિંદર પાલ સિંહ બગ્ગાએ હરીનગર વિધાનસભા બેઠક પરથી જે રીતે મત માંગ્યા હતા, તે રીત જોઇને બધાને આંચકો લાગ્યો હતો.
હકીકતમાં તજિંદર પાલ સિંહ બગ્ગા ચૂંટણી પ્રચાર અને મત મેળવવા માટે આમ આદમી પાર્ટીની ઓફિસમાં ચાલ્યા ગયા હતા. AAPની ઓફિસમાં જઇને બગ્ગા દ્વારા વડિલોને પેરીપોના પણ કરવામાં આવ્યા અને અનોખી રીતે દુશ્મન(રાજકીય) કેમ્પમાં જઇને પોતાને વિજય બનાવવા માટે મત પણ માંગ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો તેણે જ પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. તજિંદર પાલ સિંહ બગ્ગાએ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે- ‘આમ આદમી પાર્ટી હરિ નગર ચૂંટણી કાર્યાલય પર જઇ સમર્થન માંગ્યુ’
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર તજિંદર પાલસિંહ બગ્ગા પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રવેશે છે અને ત્યાં ‘આપ’ કાર્યકર્તાઓને મળીને મતદાન કરવાની અપીલ સાથે પોતાનાં માટે મત માંગતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં તે અનેક કાર્યકર્તાઓનાં ચરણ પણ સ્પર્શ કરતા અને ગળે મળતા પણ જોવા મળી રહ્યો છે. ગળામાં માળા પહેરીને, બગ્ગા ત્યાં હાજર દરેક વ્યક્તિને મળે છે અને શુભેચ્છા પાઠવે છે.
આપને જણાવી દઈએ કે તજિંદર પાલ સિંહ બગ્ગા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને દિલ્હી ભાજપના પ્રવક્તા છે. પાર્ટીએ તેમને હરિનગર બેઠક પરથી ઉતાર્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીએ રાજ કુમાર ધીલ્લો અને કોંગ્રેસને સુરિન્દરકુમાર સેતિયાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જગદીપસિંહે આ બેઠક જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.