વડોદરા/ નફીસા આત્મહત્યા કેસમાં આવી શકે છે ચૌકાવનારી વિગતો સામે : વાંચો આ નવો વણાંક

રમીઝે નફિસા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને બને પ્રેમી યુગલ લિવ ઈન રેલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા અને એક બીજાના સથવારે જીવન ના પાંચ વર્ષ પણ જોડે વિતાવી દીધા.

Top Stories Gujarat Vadodara
વડોદરા

રમીઝ શેખનાં પ્રેમમાં પાગલ વડોદરાની યુવતી નફીસા ખોખરને પ્રેમી રમીઝએ દગો આપતા નાસીપાસ થઇ ગયેલ નફીસા એ આત્મહત્યા કરી લીધી હતી પરંતુ હવે નફીસાનાં આત્મહત્યાનાં રહસ્ય પરથી પડદા ઉઠી શકે અને અનેક ચોકાવનારી વિગતો સામે આવી શકે છે.

વડોદરાનાં તાંદલજામાં આવે નૂરજહાં પાર્કમાં રહેતી નફીસાની અમદાવાદનાં રમીઝ શેખ સાથે આંખ મળી હતી અને જોત જોતામાં બને વચ્ચે પ્રેમના પ્રણય ફૂલ ખીલી ઉઠયા હતા અને રમીઝે નફિસા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને બને પ્રેમી યુગલ લિવ ઈન રેલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા અને એક બીજાના સથવારે જીવન ના પાંચ વર્ષ પણ જોડે વિતાવી દીધા.

જીવનના પાંચ વર્ષ જોડે તો પ્રસાર કરી લીધા પણ હવે લગ્નની વાતને લઇને નફીસા અને રમીઝ વચ્ચે તકરાર શરૂ થઇ ગઈ હતી અને રમીઝે પ્રેમિકા નફીસાને તરછોડી દેતા નાસીપાસ થઇ ગયેલ નફીસાએ આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કરી લીધો અને અમદાવાદના રિવરફ્રન્ટ જઈને વિડિયો બનાવ્યા અને વીડિયોમાં રમિઝ સાથેના પ્રેમ સંબંધનો ઉલ્લેખ કરી નફીસાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા ના મળતા નફીસા પ્રેમી રમીઝ શેખના ઘરે રમીજને શોધવા માટે ગઈ હતી પણ રમીઝના પરિવારે છેલ્લા બે મહિનાથી રમીઝ સાથે કોઈ સંપર્ક તેમનો કોઈ સંપર્ક ના હોવાનું જાણાવતા નફીસા નિરાશ થઈ ગઈ હતી અને વડોદરા ખાતે પોતાના ઘરે પાછી વળી હતી ઘરે તો પરત આવી ગઈ હતી પરંતુ પ્રેમીએ આપેલ દગાના ડામ તેન દિલ અને દિમાગમાં ગહરાઈ સુધી દઝાડી રહ્યા હોય. બે દિવસ બાદ નફીસા ખોખરે નુરજાહ પાર્કમાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

નફીસાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ઘટનાના પગલે જે.પી.રોડ પોલીસ મથકના અધિકારી ઘટના સ્થળે પહોચીયા હતા અને નફીસાના પરિવારજનોની પુછપરછ કરી હતી જેમાં પરિવારજનોએ પણ નફીસાના આત્મહત્યા કરવાના નિર્ણય માટે પ્રેમી રમીઝને જવાબદાર ગણાવ્યો હતો સાથે નફીસાએ પણ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદના રિવરફ્રન્રટ ખાતે બનાવેલ વિડિયોમાં પ્રેમી રમીઝ પર પ્રેમમાં દગો આપવાના આરોપ પણ લગાવ્યા હતા તે તમામ બાબતોની ઝીણવટપૂવ તપાસ કરી પોલીસે નફીસાના પ્રેમી રમીઝ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી આરોપી રમીઝને અમદાવાદના દાણીલીમડાથી પકડી પાડ્યો હતો.

લગ્નનું વચન આપી નફીસા સાથે સંબંધ તોડી પ્રેમિકા ને તરછોડી દેનાર રમીઝ શેખ પોલીસ મથકમાં અધિકારીઓ સામે પોતાનો લૂલો બચાવ કરી રહ્યો છે અને આક્ષેપ કરી રહ્યો છે કે નફીસાના અન્ય યુવક સાથે સબંધ હોવા થી મેં તેનો સાથ છોડી દીધો હતો પરંતુ પોલીસ ને આરોપી રમીઝની વાત ગળે ઉતરી રહી નથી પોલીસે આજે રમીઝ ને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો અને સાત દિવસના રમીઝના રિમાન્ડ માગ્યા હતા જોકે નામદાર કોર્ટે આરોપી રમીઝના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને આરોપીને 30 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો રિમાન્ડ દરમિયાન પોલીસ વિડીયોમાં નફીસા દ્ધારા કરવામાં આવેલ આક્ષેપો સહિતના મુદ્દે તેની પૂછપરછ કરશે તથા તપાસ કરશે અને પોલીસ રિમાન્ડ દરમિયાન પ્રેમી રમીઝ પાસે થી અનેક રાઝ ખુલવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : સરકારનો મોટો નિર્ણય, સિંગલ યુઝ પ્લાસ્ટિકની આ ચીજવસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે