અમરેલી/ રાજુલા નજીક ટ્રેનની અડફેટે આવતા સાવજનું મોત, એક સિંહ ઈજાગ્રસ્ત

રાજુલા નજીક ચાર જેટલા સિંહનું ટોળુ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતું હોય ત્યારે ટ્રેન આવી જતા ચાર પૈકી બે સિંહને વન કર્મીએ બચાવી લીધા હતા જયારે બે સિંહ ઉપર આ ટ્રેન ફરી વળતા એક સિંહનું મોત થયું હતું.

Gujarat Others Trending
Untitled 23 6 રાજુલા નજીક ટ્રેનની અડફેટે આવતા સાવજનું મોત, એક સિંહ ઈજાગ્રસ્ત

અમરેલીના રાજુલા નજીક રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા સિંહનું મોત નીપજયું છે. આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રીના લગભગ બે વાગ્યાના સમયે રાજુલા નજીક ચાર જેટલા સિંહનું ટોળુ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતું હોય ત્યારે ટ્રેન આવી જતા ચાર પૈકી બે સિંહને વન કર્મીએ બચાવી લીધા હતા જયારે બે સિંહ ઉપર આ ટ્રેન ફરી વળતા એક સિંહનું મોત થયું હતું. જયારે એક સિંહને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

અમરેલી પીપાવાવ ખાતે રેલવે ટ્રેક પર સિંહના થયેલ મોતના મામલે મુખ્ય વન સરક્ષકે માહિતી આપી હતી, રાત્રિના સમયે ચાર સિંહ  રેલવે ટ્રેક ક્રોસિંગ કરતા હતા હતા, ક્રોસિંગ કરતા સમયે ગુડ્સ ટ્રેન આવી જતા આ ઘટના બની હોવાનું મુખ્ય વન સરક્ષકનું કહેવું છે, ટ્રેનની અડફેટે આવનાર 2 નર સિંહ અને 2 સિંહણનો સમાવેશ થાય છે, સમગ્ર ઘટનામાં 1 સિંહનું  મોત થયું છે જ્યારે 1 સિંહ ઈજાગ્રસ્ત થયો હતો. અતિ ગંભીર ઈજાગ્રસ્ત સિંહને સક્કરબાગ ઝૂ જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો.

અગાઉ પણ આ રૂટ પર 10 જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તો સિંહ અકસ્માત મામલે વનમંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યુ છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ના બને તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ગાર્ડની સંખ્યામાં વધારવામાં આવશે. જો જરુર પડશે તો સિંહના વાઢની હાઈટમાં પણ વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં વરસાદી પાણી

આ પણ વાંચો:તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

આ પણ વાંચો:રાહુલ ગાંધી માનહાનિનો કેસ, SCએ ગુજરાત સરકાર અને BJP ના પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ

આ પણ વાંચો:એસ.કે.લાંગાના સૂટકેસમાંથી મળ્યા રોકડ, દાગીના અને ડોલર, વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતા પૂર્વ કલેક્ટર