ગીર સોમનાથ/ પ્રેમિકાના ઘર પાસે અપશબ્દ બોલતા ચાર યુવકોએ માર મારતા યુવકનું મોત

યુવાન ના માનતા સ્થાનિક યુવાનો સાથે તેની મારામારી થઈ હતી.આ ઘર્ષણ દરમિયાન જ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને…

Gujarat Others
યુવકનું મોત

ગીરસોમનાથના તાલાલા શહેરમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો.ટેકરી વિસ્તારમાં પ્રેમિકાના ઘર પાસે અપશબ્દો બોલી રહેલા યુવાનને સ્થાનિક યુવાનોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતું.પરંતુ યુવાન ના માનતા સ્થાનિક યુવાનો સાથે તેની મારામારી થઈ હતી.આ ઘર્ષણ દરમિયાન જ યુવકનું મોત નિપજ્યું હતું.પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની શોર્ટ ફિલ્મ ઓસ્કારની દોડમાં

તાલાલા શહેરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં પ્રેમિકાના ઘર પાસે અપશબ્દો બોલી રહેલ ધવલ લાડવા નામના યુવકનું પાડોશના 4 યુવાનો સાથે ઘર્ષણ થતા હાથાપાઈ એટલે હદે પહોંચી ગઈ હતી કે ધવલ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ હત્યા થયાના ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. અને તમામ વિરુદ્ધ ipc કલમ 302 હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ પણ વાંચો :મોબાઈલ બન્યો બોમ્બ, બાલાસિનોરમાં બેટરી ફાટતાં કિશોરના કપાયા હાથના ટેરવા

મૃતક ધવલ લાડવા હડમતીયા ગીર નો વતની છે.મૃતક કોઈ સ્ત્રી સાથે સંબંધમાં હોય ત્યારે તે સ્ત્રી ને ધવલ સાથે અણબનાવ બનતા તે સંબંધી ના ઘરે ચાલી ગયેલ. ધવલ પ્રેમિકાને મળી પરત ફરી રહેલ તે સમયે ખોડિયાર ગરબી ચોક માં ધવલ ગાળો બોલતો હોવાથી નજીક ઉભેલા 4 આરોપીઓ સાથે તેને માથાકૂટ થયેલ.જેમાં ધવલનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક ધવલ સાથે આરોપીઓની ઝપાઝપી ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હતા જેનાથી લોકોમાં અરેરાટી વ્યાપી હતી. ત્યારે તાલાલા પોલીસે મૃતક યુવક ના ભાઈ ની ફરિયાદ આધારે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ જેમાં આકાશ વ્યાસ, ફૈઝલ મજગુલ, સલીમ ભટ્ટી અને ઇમરાન ભટ્ટી ને પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો :કોરોનાના નવા વેરિયન્ટની સુરતમાં અસર, વિદેશથી આવેલા 119 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન

આ પણ વાંચો :મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો, પોલીસ નોંધ્યો ગુનો

આ પણ વાંચો :ઉધના વિસ્તારમાં યુવકની હત્યા કરી આરોપીઓએ મૃતદેહ સાથે કર્યું એવું કે…