કોલકાતા/ સુરક્ષામાં ચૂક કે કાવતરું! પોલીસ વાહન-હથિયારો સાથે CM મમતાના ઘરમાં ઘૂસવા બદલ યુવકની ધરપકડ

યુવક પાસેથી હથિયાર અને છરી મળી આવી હતી. તેની પાસેથી એક શંકાસ્પદ બેગ પણ મળી આવી હતી.હાલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

Top Stories India
Untitled 23 7 સુરક્ષામાં ચૂક કે કાવતરું! પોલીસ વાહન-હથિયારો સાથે CM મમતાના ઘરમાં ઘૂસવા બદલ યુવકની ધરપકડ

પશ્ચિમ બંગાળથી પ્રાપ્ત એક મહત્વપૂર્ણ સમાચાર અનુસાર, અહીંના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘરમાં એક સશસ્ત્ર સાથે યુવકે ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી યુવક પોલીસ લખેલી ગાડીમાં જ પહોંચ્યો હતો.પોલીસને શંકા જતાં પોલીસે યુવકને રોકીને પૂછપરછ કરી અને શંકાના આધારે તેની તલાશી લીધી અને પછી તેની ધરપકડ કરી. તલાશી દરમિયાન યુવક પાસેથી હથિયાર અને છરી મળી આવી હતી. તેની પાસેથી એક શંકાસ્પદ બેગ પણ મળી આવી હતી.હાલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ પછી પોલીસ તેને કાલીઘાટ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેની પૂછપરછ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાહનના માલિકનું નામ નૂર હમીમ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે યુવકની ધરપકડની પુષ્ટિ કરી હતી, તેમણે કહ્યું હતું કે, “કોલકાતા પોલીસે શેખ નૂર આલમ તરીકે ઓળખાતા એક વ્યક્તિને સીએમ મમતા બેનર્જીના નિવાસસ્થાન નજીક અટકાવ્યો છે, જ્યારે તે શેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.” તેની પાસેથી એક હથિયાર, એક છરી અને પ્રતિબંધિત પદાર્થ ઉપરાંત વિવિધ એજન્સીઓના ઘણા આઈડી કાર્ડ મળી આવ્યા હતા. તે એક કારમાં મુસાફરી કરી રહ્યો હતો જેના પર પોલીસનું સ્ટીકર હતું. પોલીસ, STF અને સ્પેશિયલ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની તપાસ અને પૂછપરછ કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે યુવકની ધરપકડ બાદ સીએમ મમતા બેનર્જીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો જોવામાં આવે તો સીએમ મમતા બેનર્જીના ઘરની આસપાસ પહેલેથી જ કડક સુરક્ષા છે અને આટલી સુરક્ષા હોવા છતાં એક યુવક હથિયાર સાથે આવી પહોંચતા સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો:“લક્ષ્મીબાઈ લડ્યા હતા ગોરાઓ સાથે, પ્રિયંકા દીદીએ હવે લડવું પડશે ચોરો સાથે” ગ્વાલિયરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં પોસ્ટર વોર શરૂ

આ પણ વાંચો:6000 FIR, 70 હત્યા, 5 બળાત્કાર અને પરેડ કાંડ, અઢી મહિનામાં કેવી રીતે ગુનાની ભઠ્ઠી બન્યું મણિપુર

આ પણ વાંચો:સીમા હૈદરનો મામલો પહોંચશે રાષ્ટ્રપતિ ભવન, સચિનના પિતા કરશે ભારતીય નાગરિકતાની માગ

આ પણ વાંચો: કેજરીવાલ સરકારે કરી મોટી જાહેરાત, વીજળી,પાણી બાદ હવે ગરીબોને ખાંડ પણ મફતમાં મળશે