Not Set/ લોકસભા સ્પિકર ઓમ બિરલાએ યુરોપીયન સંસદમાં CAA વિરુદ્ધ દરખાસ્તને લઇને લખ્યો પત્ર

નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ જે રીતે યુરોપિયન યુનિયનના 600 સાંસદોએ દરખાસ્ત કરી હતી, તેના વિરોધમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યુરોપિયન યુનિયન સંસદનાં અધ્યક્ષને પત્ર લખ્યો છે. ઓમ બિરલાએ સાંસદો દ્વારા સીએએ વિરુદ્ધ કરેલી અરજી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેનાથી વિશ્વનું સૌથી મોટું સ્ટેટલેસ કટોકટી સર્જાશે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું પગલું એક ખોટું […]

Top Stories India
om birla લોકસભા સ્પિકર ઓમ બિરલાએ યુરોપીયન સંસદમાં CAA વિરુદ્ધ દરખાસ્તને લઇને લખ્યો પત્ર

નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ જે રીતે યુરોપિયન યુનિયનના 600 સાંસદોએ દરખાસ્ત કરી હતી, તેના વિરોધમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યુરોપિયન યુનિયન સંસદનાં અધ્યક્ષને પત્ર લખ્યો છે. ઓમ બિરલાએ સાંસદો દ્વારા સીએએ વિરુદ્ધ કરેલી અરજી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેનાથી વિશ્વનું સૌથી મોટું સ્ટેટલેસ કટોકટી સર્જાશે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું પગલું એક ખોટું ઉદાહરણ બેસાડશે. કોઈ પણ સંસદમાં આ પ્રકારનો નિર્ણય લેવો યોગ્ય નથી, તેનો ઉપયોગ ખોટા ઇરાદાથી થઈ શકે છે.

જણાવી દઇએ કે, યુરોપિયન યુનિયન સંસદનાં કુલ 751 સાંસદોમાંથી 600 સાંસદો નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ દરખાસ્ત રજૂ કરી હતી. જેમના વિરુદ્ધમાં ઓમ બિરલાએ આ પત્ર લખ્યો છે. બિરલાએ પત્રમાં લખ્યું છે કે, સંસદનાં બંને ગૃહોમાં નિયમોનું પાલન કરતા નાગરિકત્વનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા તે લોકોને આસાનીથી નાગરિકતા દેવાની જોગવાઇ છે જેમને તેમના દેશમાં ધર્મનાં આધારે શોષણ થયુ છે. આ કાયદાનું લક્ષ્ય એ નાગરિકત્વ પાછું લેવાનું નથી.

આપને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનની 751 સદસ્યોની સંસદમાં, લગભગ 600 સાંસદોએ સુધારેલા નાગરિકત્વ કાયદા (સીએએ) સામે છ દરખાસ્તો રજૂ કરી છે. આ દરખાસ્તોમાં જણાવાયું છે કે આ કાયદો લાગુ કરવાથી ભારતની નાગરિકત્વ વ્યવસ્થામાં ખતરનાક પરિવર્તન આવી શકે છે. જોકે, યુરોપિયન સંસદમાં સીએએ વિરુદ્ધની દરખાસ્તો અંગે વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સાથે જ ફ્રાન્સે તેને ભારતની આંતરિક બાબત ગણાવી છે. ફ્રેન્ચ રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રાન્સ, યુરોપિયન યુનિયન (ઇયુ) નાં સ્થાપક સભ્ય દેશોમાંનુ એકનું માનવુ છે કે નવો નાગરિકતા કાયદો (સીએએ) એ ભારતનો આંતરિક રાજકીય વિષય છે અને તે અનેક પ્રસંગોમાં કહેવામાં આવ્યુ છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએએ ભારતનો સંપૂર્ણરીતે આંતરિક વિષય છે અને સંસદનાં બંને ગૃહોમાં ચર્ચા કર્યા પછી લોકશાહી રીતે આ કાયદો અપનાવવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન સંસદમાંના દરખાસ્તોનાં ભારતનાં વિરોધને વિસ્તૃત કરતાં તેમણે કહ્યું કે, “દરેક સમાજ કે જે કાયદાકીય પ્રક્રિયા અનુસાર નાગરિકત્વ આપવાની રીતને અનુસરે છે તે સંદર્ભ અને લાયકાત બંનેને ધ્યાનમાં લે છે.” આ કોઈ ભેદભાવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.