Not Set/ #Budget2019 #Gujarat : ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકાશે

રાજયના ધાર્મિક સ્થળો પર વધી રહેલ ભિખારીઓનો ત્રાસ નિવારવા તાજેતરમાં બજેટ સત્ર દરમ્યાન એક દરખાસ્ત આવનાર છે. જેમાં રાજયના મહત્વના દસ ધાર્કિક સ્થળમાં પર ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકવાની વાત છે. સોશ્યલ જસ્ટીસ ડીપાર્ટમેન્ટે આ દરખાસ્ત રાજય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળે છે. પ્રિવેન્શન ઓફ બેગીગ રૂલસ, 1964, અનુસાર આ પ્રતિબંધ મુકવા વાત […]

Top Stories Gujarat Uncategorized
bhikha2 #Budget2019 #Gujarat : ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકાશે

રાજયના ધાર્મિક સ્થળો પર વધી રહેલ ભિખારીઓનો ત્રાસ નિવારવા તાજેતરમાં બજેટ સત્ર દરમ્યાન એક દરખાસ્ત આવનાર છે. જેમાં રાજયના મહત્વના દસ ધાર્કિક સ્થળમાં પર ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકવાની વાત છે. સોશ્યલ જસ્ટીસ ડીપાર્ટમેન્ટે આ દરખાસ્ત રાજય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળે છે. પ્રિવેન્શન ઓફ બેગીગ રૂલસ, 1964, અનુસાર આ પ્રતિબંધ મુકવા વાત કરાઈ છે.

Bhikha #Budget2019 #Gujarat : ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકાશે

આ દરખાસ્ત જે 10 મહત્વના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મુકવાની વાત છે. તેમાં (1) પાવાગઢ (2) પાલીતાણા (3) જૂનાગઢ (4) શામળાજી (5) પ્રભાસપાટણ (6) સોમનાથ (7) ગીર સોમનાથ (8) દ્વારકા (9) ડાકોર મુખ્ય હોવાનું જાણવા મળે છે.

સોશીયલ જસ્ટીસ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર “ધી પ્રિવેન્શન ઓફ બેગીગ એકટ”, જે તે રાજયની સરકાર નોટીફીકેશન બહાર પાડી જાહેર કરે પછી જ લાગુ પાડી શકાય છે. ગુજરાતમાંઆજે ધાર્મિક સ્થળોનો વિકાસ થતાં પર્યટકો તથા ભાવિકોની ધાર્મિક સ્થળો પર સતત ભીડ જાવા મળે. આ ધાર્મિક સ્થળો પર ભીખારીઓના ત્રાસથી બચાવવા આ દરખાસ્ત રાજય સરકારને મોકલવામાં આવી હોવાનું સુત્રો જણાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.