@અમિત રૂપાપરા
Surat News: સુરત શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 9 ફૂટ કરતા ઊંચી ગણેશજીની પ્રતિમાની સ્થાપના ન કરવા માટે આ જાહેરનામામા જણાવવામાં આવ્યું છે. છતાં પણ શહેરમાં ઘણા ગણેશ મંડળો અને યુવક મંડળો દ્વારા 10 ફૂટ, 15 ફૂટ કે, 20 ફૂટ કરતા પણ ઊંચી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. ત્યારે સુરતના અશ્વનિકુમાર રોડ પર કેટલાક યુવકો દ્વારા વિઘ્નહર્તાની 18 કે 20 ફૂટ કરતા ઊંચી પ્રતિમા લઈ જવામાં આવી રહી હતી પરંતુ વિઘ્નહર્તાની પ્રતિમાને સિગ્નલના લોખંડના થાંભલાનું વિઘ્ન નળી ગયું. કારણ કે આ થાંભલો ગણેશજીની પ્રતિમાને ખંડિત કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ અંતે યુવક મંડળના યુવકો દ્વારા અડધી કલાકની ભારે જહમત બાદ આ પ્રતિમાને સલામત રીતે આગળ ધપાવવામાં આવી હતી.
સુરતના અશ્વનિકુમાર રોડ પર ગણેશજીની આ પ્રતિમા ફસાઈ હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો થોડીવાર માટે રસ્તાને બંધ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આટલી મોટી મૂર્તિ ખંડિત થવાના ડરના કારણે ટ્રાફિક સિગ્નલના પોલની સામે જ અડધી કલાક કરતાં વધુ સમય એક જ જગ્યા પર ઉભી રહી હોવાના કારણે લોકો પણ આચાર્યચકિત થયા હતા કે, કઈ રીતે યુવકો દ્વારા મૂર્તિને સલામત રીતે આગળ વધારવામાં આવશે. અંતે અડધી કલાકની ભારે જહેમદ બાદ ગણેશજીની આ ઊંચી પ્રતિમાને સલામત રીતે ટ્રાફિક સિગ્નલના પોલની સામેથી લઈ જવામાં આવી હતી.
મહત્વની વાત છે કે, ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે અને અગાઉથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના ઘણા નિયમોનો ગણેશ મંડળો દ્વારા ભંગ કરવામાં આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ આ જ પ્રકારે શ્રીજીની પ્રતિમાઓ રસ્તા પરથી પસાર થઈ હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે અને 9 ફૂટ કરતા ઊંચી ગણેશજીની ઘણી પ્રતિમાઓ સુરતના રસ્તા પર પણ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ જાહેરનામાં ભંગ બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે