રાજ કુંદ્રા કેસ/ રાજ કુંદ્રાનો ફોન કરાયો જપ્ત, કોર્ટે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

રાજ કુંદ્રાને આજે આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે રાજ અને તેના આઇટી હેડ રયાન થોર્પને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે…

Top Stories Entertainment
A 386 રાજ કુંદ્રાનો ફોન કરાયો જપ્ત, કોર્ટે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

મુંબઈ ક્રાઇમ બ્રાંચે સોમવારે મોડી રાત્રે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, જે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રાની રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં રાખવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાને આજે આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે એટલે કે મંગળવારે. કોર્ટે રાજ કુંદ્રા અને તેના આઇટી હેડ રયાન થોર્પને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે.

પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યું હતું કે રાજ કુંદ્રા આખા ગોરખ ધંધામાંથી મોટી કમાણી કરતો હતો. રાજ કુંદ્રાનો ફોન પણ કબજે કરાયો હતો. જેની તપાસ કરવામાં આવશે અને વધુ ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યું છે કે રાજ કુંદ્રાને આમાંથી ઘણા પૈસા મળી રહ્યા હતા. રાજની કંપનીમાં વિદેશી ચલણ મળી આવ્યું છે. રાજની કસ્ટડી વિના વધુ તપાસ કરવી મુશ્કેલ છે. ગઈ કાલે રાત્રે રાજ કુંદ્રાના ઘરની તલાશી લેવામાં આવી હતી. તેઓ આઇપીસી 420 અને 67 એ વિભાગમાં ફીટ છે જે બિનજામીનપાત્ર છે.

આ પણ વાંચો :રાજ કુંદ્રા કેસમાં મોટો ખુલાસો, પોર્નોગ્રાફી માટે બનાવવામાં આવ્યું હતું વોટ્સએપ ગ્રુપ

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રાએ પોતાના સંબંધી પ્રદીપ પક્ષી સાથે મળીને યુકે બેસ્ડ કેનરિન પ્રોડક્શન હાઉસ નામની એક કંપની બનાવી. પ્રદીપ બક્ષી યુકેમાં જ રહે છે અને કંપનીનો ચેરમેન હોવાની સાથે સાથે કુન્દ્રાનો બિઝનેસ પાર્ટનર પણ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીનો માલિક અને ઈન્વેસ્ટર પણ છે. આ કંપની પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે અને ફંડિંગ કરે છે.

આ પણ વાંચો :રાજ કુંદ્રા પર સાગરિકા શોના સુમને લગાવ્યો હતો આરોપ, કહ્યું – ન્યૂડ ઓડિશનની કરી હતી માંગ

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ  ખુલાસો થયો છે. જેના દ્વારા જ કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થતી હતી. આ વોટ્સએપ ચેટ ગ્રુપનું નામ ‘H Accounts’ છે અને તેમાં રાજ કુન્દ્રાની સાથે લંડનમાં બેઠેલો પ્રદીપ બક્ષી સહિત 5 લોકો સામેલ છે. ક્રાઈમ બ્રહાન્ચના હાથમાં આ ગ્રુપમાં થતી ચેટ આવી છે. જેમાં રેવન્યૂ અંગે વાત કરાઈ છે. આ ગ્રુપમાં દરરોજની કમાણી કેટલી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી અભિનેત્રીને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં કમાણી ઘટી કે વધી રહી છે, તમામ વાતો થતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટેજી, સેલ્સમાં થતો વધારો અને અન્ય ડીલ અંગે વાત થતી હતી.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાય બચ્ચને આગામી ફિલ્મનું કર્યું એલાન, 3 વર્ષ બાદ કરશે ધમાકેદાર એન્ટ્રી