બ્લાસ્ટ/ ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા

મોડીરાત્રેમાં બોઇલટ બ્લાસ્ટ થતાં અનેક લોકો આ દુર્ઘટનામાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે, આ ઇજાગ્રસ્તમાં ઘાયલ થયેલાઓને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,

Top Stories Gujarat
બ્લાસ્ટ ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગરમાં મોડીરાત્રેમાં બોઇલર બ્લાસ્ટ થતાં અનેક લોકો આ દુર્ઘટનામાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે, આ ઇજાગ્રસ્તમાં ઘાયલ થયેલાઓને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી ઘટનામાં ઓછામાં ઓછા 12થી વધુ લોકો ઘટનાના ભોગ બન્યા છે . આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી.નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં આજે રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફેકટરીમાં ફસાયા છે જેમને બચાવી લેવા પ્રયત્નો શરૂ થયા છે. આ ફેકટરીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા 12 જેટલા કામદાર ઘવાયા હોવાનું અને તેઓને પ્રાથમિક સારવાર આપીને પાંચ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

. ફેકટરી ઝકરીયાભાઈ અને અન્ય એક રજપુત શખ્સની હોવાનું જાણવા મળેલ છે. કોન્ટ્રાકટર સુનિલભાઈ છે જ્યારે મેનેજર ભરતભાઈ છે. બનાવની જાણ થતાં જ સિહોર પી.આઈ., ઘાંઘળી જી.પં. સભ્ય ભોળાભાઈ ચુડાસમા સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા,સિહોરથી ઘાંઘળી રોડ પર આવેલ અરીહંત રોલીંગ મીલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા 8થી9 મજુરોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઈજા પામેલ કામદારોમાં સુશીલકુમાર શ્રીરામપાલ (ઉં.વ.25, રહે.ઘાંઘળી), રાજેશકુમાર નેતાભાઈ સીંધી, રામશુકલ બિન્દા પ્રસાદપાલ (ઉં.વ.23) અને અન્ય પાંચને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયેલ છે.