surat accident/ સુરતમાં સિટી અને એસટી બસ બની યમદૂતઃ ટુ-વ્હીલર પર જતાં વિદ્યાર્થીને અને યુવાનને કચડ્યો

સુરતમાં સિટી બસ ફરીથી કાળ બનીને ત્રાટકી છે. તેણે ટુ-વ્હીલર પર જતાં 11માં ધોરણના વિદ્યાર્થીને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. બીજા બનાવમાં સુરતના જ ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસે યુવકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 13T110856.889 સુરતમાં સિટી અને એસટી બસ બની યમદૂતઃ ટુ-વ્હીલર પર જતાં વિદ્યાર્થીને અને યુવાનને કચડ્યો

સુરતઃ સુરતમાં સિટી બસ ફરીથી કાળ બનીને ત્રાટકી છે. તેણે ટુ-વ્હીલર પર જતાં 11માં ધોરણના વિદ્યાર્થીને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. બીજા બનાવમાં સુરતના જ ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસે યુવકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતા ગૌરવ બારડોલિયા પાંડેસરા વિસ્તારમાં ટુ-વ્હીલર પર પસાર થતો હતો તે સમયે સિટી બસ ડ્રાઇવરે તેને હડફેટે લીધો હતો. તેના પગલે વિદ્યાર્થી બસની નીચે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. ગૌરવ બારડોલિયા સુરતમાં આવેલી શ્રીમતી આર.એસ.એમ. પૂનાવાલા સાર્વજનક એક્સપરિમેન્ટલ સ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગૌરવના કુટુંબીજનોને જાણ કરવામાં આવતા તે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ ઘટનામાં ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. તેના પછી બસ ચાલકે બસ છોડીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે લોકોએ ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. તે સમયે ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ગૌરવનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

આ જ રીતે સુરતના ભેસ્તાન રૂટમાં બીઆરટીએસના રૂટમાં દોડતી બસે યુવાનને હડફેટે લેતા તેનું મોત થયું છે. આમ સુરતમાં એક જ દિવસમાં બેના અકસ્માતમાં મોત નીપજ્યા છે. સુરતની સિટી અને એસટી બસે બે લોકોના પ્રાણ લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે અકસ્માત સર્જતા મોટા વાહનો સામે આકરો લાવી હતી, જેનો ટ્રક સહિત મોટા વાહનચાલકોએ તીવ્ર વિરોધ કર્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ