Rape/ તળાજા : વિધિના બહાને પાખંડી તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

તળાજામાં આ જ પ્રકારે અંધશ્રદ્ધાના નામે પરિણીતાને દુષ્કર્મનો ભોગ બનાવી બની છે. તાંત્રિકે ડાકણ ભગાડવાની વિધિના નામે મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું. તાંત્રિકે યુવતીને વિધિને બહાને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

Gujarat Others
a 472 તળાજા : વિધિના બહાને પાખંડી તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

રાજ્યમાંથી સમયાંતરે પાખંડી તાંત્રિકો દ્વારા વિધિના બહાને અને અંધશ્રદ્ધાના નામે મહિલા સાથે દુષ્કર્મ કરાતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે હવે આ પ્રકારની એક ઘટના તળાજામાંથી સામે આવી છે.

તળાજામાં આ જ પ્રકારે અંધશ્રદ્ધાના નામે પરિણીતાને દુષ્કર્મનો ભોગ બનાવી બની છે. તાંત્રિકે ડાકણ ભગાડવાની વિધિના નામે મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું. તાંત્રિકે યુવતીને વિધિને બહાને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

આ ઘટના અંગેની મળતી વિગતો મુજબ, મુળ મધ્ય પ્રદેશના અને હાલ ઇસોરા ગામે ખેત મજુરી કરતો એક પરિવાર તલ્લી ગામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. તલ્લી ગામના કોળી કાંતી વિઠ્ઠલભાઈ શિયાળે પોતાને માતાજીના ભૂવા હોવાનું જણાવ્યું હતું.

આ સમયે પત્નીને સપનામાં ડાકણ આવતી હોવાનું પણ કહ્યું હતું. આથી ભુવાએ તેમની પત્નીને વળગાડ હોવાનું કહી વિધિ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વળગાડ દૂર કરવા યુવતીએ પહેરેલા કપડા ઉતારીને એકાંતમાં રાખીને માતાજીના મંત્રેલા દોરાનું માપ લેવું પડશે તેમ કહ્યું હતું. તેમજ આ વિધિ ફરજિયાત કરવી પડશે, તેમ પણ કહ્યું હતું. જોકે, આ અંગે પરિવારના સભ્યોએ વાંધો લીધો નહોતો.

જો કે પરિવાર સહમત થતાં ભુવાએ તેમને અડધો કલાક માટે બહાર મોકલી દીધા હતા. આ પછી યુવતી એકલી પડતાં જ ભુવાએ તેને તેના તમામ કપડા કાઢી નાંખવાનું કહ્યું હતું, જેથી મંત્રેલા દોરાનું માપ લઈ શકાય. યુવતીએ કપડા ઉતારતા ભુવાએ પણ પોતાના કપડા કાઢી નાંખ્યા હતા અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ પણ વિધિનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, આ અંગે કોઈને કહેશે તો યુવતીને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હવે આ મામલે પાખંડી ભુવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ હાલમાં તાંત્રિક જેલ ભેગો થયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…