Heart Attack/ રાજ્યના યુવાનોમાં હાર્ટએટેકથી થતા મોતનો સિલસિલો યથાવત્

ગુજરાતમાં હાર્ટએટેકનો સિલસિલો થમતો નથી. વડોદરાના પણ કુવૈતમાં કામ કરતા પ્રકાશ ચૌહાણ નામના વ્યક્તિનું પણ હાર્ટએટેકના લીધે નિધન થયું હતું.

Top Stories Gujarat
Gujarat Heartattack રાજ્યના યુવાનોમાં હાર્ટએટેકથી થતા મોતનો સિલસિલો યથાવત્

ગાંધીનગરઃ ગુજરાતમાં હાર્ટએટેકનો સિલસિલો થમતો નથી. વડોદરાના પણ કુવૈતમાં કામ કરતા પ્રકાશ ચૌહાણ નામના વ્યક્તિનું પણ હાર્ટએટેકના લીધે નિધન થયું હતું. કુવૈતમાં 40 વર્ષીય પ્રકાશ ચૌહાણ નામનો યુવાન દરજીકામ કરી રહ્યો હતો, તે જ સમયે તેને હાર્ટએટેક આવ્યો હતો. યુવકના મોતથી કુટુંબમાં શોકનું વાતાવરણ છે.

હાર્ટ એટેકના સૌરાષ્ટ્ર પછી હવે તેમા દક્ષિણ ગુજરાતનો વારો નીકળ્યો છે. સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતમાં કરણ પવાર નામના 29 વર્ષની વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોકવાટિકામાં રહેતા કરણ પવારને શનિવારે છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પણ એસએસજી હોસ્પિટલ પહોંચતા પહેલા તેનું મોત થયું હતું.  કરણ પવારે અગાઉ હાથની નસો ખેંચાવવાની તકલીફની સારવાર કરાવી હતી. તેને અગાઉ લો બ્લડ પ્રેશર હતું.

આ ઉપરાંત પાટણમાં પણ હાર્ટએટેકના લીધે એકનું નિધન થયું છે. ચાણસ્માના મહિલા સરપંચના પતિનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. 58 વર્ષીય કાનજીભાઈ પરમાર તેમની દિકરીને ત્યાં સિદ્ધપુર ગયા ત્યારે આ ઘટના બની હતી. કાનજીભાઈના અચાનક અકસ્માતથી રણાસણ ગામમાં શોકનો માહોલ શર્જાયો હતો.

આ સિવાય અમરોલીમાં 23 વર્ષના યુવાનને ઊંઘમાં જ હાર્ટએટેક આવતા તેનું નિધન થયું હતું. સાહિલ રાઠોડ નામના યુવાનને ઊંઘમાં જ હાર્ટએટેક આવ્યો હતો. નાની વયે યુવાનનું નિધન થતાં સમગ્ર કુટુંબમાં શોકનું વાતાવરણ છે.

સુરતના પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું પણ હાર્ટએટેકથી નિધન થયું હતું. સંજય સહાની નામની વ્યક્તિનું ઊંઘમાં હાર્ટએટેક આવતા નિધન થયું હતું. તેનો હાર્ટએટેકનો કોઈ ટ્રેક રેકોર્ડ ન હતો. તેનો કોઈ ગંભીર બીમારી પણ થઈ નથી. તેને રાત્રે જમ્યા બાદ ઊંઘમાં અચાનક જ છાતીમાં દુઃખાવો થયો હતો, તેના પછી સંજયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યના યુવાનોમાં હાર્ટએટેકથી થતા મોતનો સિલસિલો યથાવત્


આ પણ વાંચોઃ UP ACCIDENT/ ઉ.પ્ર.માં સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર, ચાર બાળકો સહિત પાંચના મોત

આ પણ વાંચોઃ Assembly Elections 2023/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી મુખ્યાલય પર આજે મનોમંથન

આ પણ વાંચોઃ Surat Mass Suicide Case/ સુરત સામુહિક આપઘાત મામલે SITની કરાઈ રચના, SIT ટીમનું ફોકસ બેંક એકાઉન્ટ્સ, અને મોબાઈલ CDR પર