Not Set/ અરવલ્લી: ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાએ મહિલા પર કેરોસિન છાંટીને આગ ચાંપી

અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ભત્રીજાએ મહિલાને જીવતી સળગાવી હોવાની ઘટના બની છે. મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાઓ દ્વારા કેરોસિન છાંટીને આગ ચાંપવામાં આવી હતી. જેમાં મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને મોડાસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં મહિલા […]

Gujarat Trending Videos
yoga 6 અરવલ્લી: ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાએ મહિલા પર કેરોસિન છાંટીને આગ ચાંપી

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ભત્રીજાએ મહિલાને જીવતી સળગાવી હોવાની ઘટના બની છે. મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાઓ દ્વારા કેરોસિન છાંટીને આગ ચાંપવામાં આવી હતી. જેમાં મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને મોડાસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. બુધવારે શાંતાબહેન નામની આ મહિલા ઉપર તેમના ભત્રીજાઓએ કેરોસિન છાંટીને સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.