NCRB Report/ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો રિપોર્ટ : ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં થયો ઘટાડો

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ (NCRB Report) મુજબ દેશમાં સૌથી વધુ દિલ્હી અને મુંબઈમાં ગુના નોંધાયા. જ્યારે 19 જેટલા મેટ્રોપોલિટન શહેરોમાં કુલ 8.53 લાખ ગુનાઓ નોંધાયા છે. 

Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 1 નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો રિપોર્ટ : ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં થયો ઘટાડો

ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થયો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ (NCRB Report) મુજબ રાજ્યમાં 2021ની સરખામણીએ વર્ષ 2022માં ગુનાનું પ્રમાણ ઘટ્યું છે. એનસીઆરબી દ્વારા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2022 મુજબ એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ રીપોર્ટ મુજબ 2021માં 7.31 લાખ ગુના નોંધાયા હતા. જ્યારે 2022માં 5.24 લાખ ગુના નોંધાયા. એક વર્ષમાં ગુનાનું પ્રમાણ ઘટીને 28 ટકા થયું.

રાજયમાં ગુનાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું એનસીઆરબી રિપોર્ટ (NCRB Report)માં સામે આવ્યું છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મહાનગરોમાં ગુનાની સંખ્યા વધુ છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં ગુનાના નોંધાયા. 2021ની સરખામણીમાં 2022માં ભારતમાં ગુનાઓનું પ્રમાણ 4.5% ઘટ્યું છે. 2021માં કુલ 60.96 લાખ, જ્યારે 2022માં 58.24 લાખ ગુનાઓ નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ (NCRB Report) મુજબ દેશમાં સૌથી વધુ દિલ્હી અને મુંબઈમાં ગુના નોંધાયા. જ્યારે 19 જેટલા મેટ્રોપોલિટન શહેરોમાં કુલ 8.53 લાખ ગુનાઓ નોંધાયા છે.  દેશમાં IPC કાયદા હેઠળ કુલ ગુનામાંથી 61% અને સ્પેશિયલ એન્ડ લોકલ લો હેઠળ 39 %  ગુના નોંધાયા. જ્યારે સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો જોવા મળ્યો. રિપોર્ટ મુજબ સૌથી આઘાતજનક બાબત એ છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં બાળકો અને મહિલા પર અત્યાચાર તેમજ દુષ્કર્મના ગુનામાં વધારો થયો છે.