Murder/ અમદાવાદ બન્યું યુપી-બિહારઃ માધુપુરુામાં સરેઆમ યુવકની જાહેરમાં હત્યા

અમદાવાદમાં હવે જાણે યુપી-બિહાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. સરેઆમ જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે. શહેરની વચ્ચોવચ આવેલા માધુપુરામાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ: અમદાવાદમાં હવે જાણે યુપી-બિહાર Murder જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. સરેઆમ જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે. શહેરની વચ્ચોવચ આવેલા માધુપુરામાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું છે. સ્થાનિક લોકોએ આ હત્યાના પગલે મોટાપાયે હોબાળો મચાવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે.

આ ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદના માધુપુરામાં Murder  પાનના ગલ્લા પર ઊભેલા યુવક પર કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકની હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેઓએ તરત જ તપાસ શરૂ કરી છે.

સ્થાનિક લોકોની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. Murder  લોકોની હત્યા કરનારા શખ્સોને પકડવાની માંગ છે. મૃત્યુ પામનારની બહેનનો પોલીસ પર આરોપ છે કે તેના ભાઈની હત્યા કરનાર શખ્સો સામે અગાઉ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. નોંધનીય છે કે આ પહેલા મણિનગરમાં પણ રોડ પર ગોળીબારની ઘટના બની હતી. મણિનગરના રામબાગ પાસે પોલિસ સ્ટેશન નજીક ત્રણસો એક મીટરના અંતરે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કરનાર યુવકને એકત્રિત થયેલા લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. યુવકે ઘણી વખત હવામાં જ નહીં પરંતુ સામી પણ બંદૂક ધરી દીધી હોવાનું જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ Independence Day/ બુર્જ ખલીફા ત્રિરંગાના રંગમાં રંગાયુ,જુઓ રાષ્ટ્રગીત સાથેનો વીડિયો

આ પણ વાંચોઃ England/ બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!

આ પણ વાંચોઃ England/ બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!

આ પણ વાંચોઃ Pune/ લાઇવ કોન્સર્ટમાં આ મહિલા સિંગરે કર્યું ત્રિરંગાનું અપમાન,પોલીસે FIR નોંધી

આ પણ વાંચોઃ AFSPA/ CM હિમંતા બિસ્વા સરમાએ કરી મોટી જાહેરાત,આસામમાંથી AFSPA હટાવવામાં આવશે