Pune/ લાઇવ કોન્સર્ટમાં આ મહિલા સિંગરે કર્યું ત્રિરંગાનું અપમાન,પોલીસે FIR નોંધી

પુણેના મુંડવા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ-બારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રધ્વજનું કથિત રીતે અનાદર કરવામાં આવ્યું હતું.

Top Stories Entertainment
10 9 લાઇવ કોન્સર્ટમાં આ મહિલા સિંગરે કર્યું ત્રિરંગાનું અપમાન,પોલીસે FIR નોંધી

યુક્રેનની સિંગર ઉમા શાંતિ પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. પૂણેમાં તેમનો કોન્સર્ટ હતો. આ લાઈવ પ્રોગ્રામમાં તેના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ છે. પુણે પોલીસે ઉમા શાંતિ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મંગળવારે એક પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ) ની પૂર્વસંધ્યાએ, પુણેના મુંડવા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ-બારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રધ્વજનું કથિત રીતે અનાદર કરવામાં આવ્યું હતું.

 

 

ઉમા શાંતિનું ‘શાંતિ પીપલ’ નામનું બેન્ડ છે. બેન્ડ વૈદિક મંત્રોચ્ચાર સાથે EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) રજૂ કરે છે. ઉમા શાંતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બંને હાથ વડે સ્ટેજ પર બે ધ્વજ લહેરાવે છે. તેમની સામે લોકોની ભારે ભીડ છે. આ પછી તે સામેના લોકો તરફ ધ્વજ ફેંકે છે. આ વીડિયોને એક યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, ‘ગાયિકા શાંતિ કોન્સર્ટમાં તિરંગો લહેરાવતી હતી અને અચાનક તેણે દર્શકો તરફ ત્રિરંગો ફેંક્યો. તેમના સિવાય કાર્યક્રમના આયોજક કાર્તિક મોરે વિરુદ્ધ ત્રિરંગાના અપમાનનો કેસ નોંધવામાં આવ્યો છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ગાયક અને કાર્યક્રમના આયોજકને નોટિસ જારી કરવામાં આવી છે અને તેઓને આ મામલાની તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.