Not Set/ રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયુ

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે.

Top Stories Gujarat Others
11 2022 01 29T102317.985 રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયુ

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે. કર્ફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો – નવી દિલ્હી / આજે ‘બીટીંગ ધ રીટ્રીટ’ સેરેમનીમાં પ્રથમવાર 1000 ડ્રોનનો સ્પેશિયલ શો થશે, પ્રોજેક્શન મેપિંગ પણ દર્શાવવામાં આવશે

આપને જણાવી દઇએ કે, શુક્રવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં દરરોજ ચેપ ઘટી રહ્યો હોવા છતાં છેલ્લા 24 કલાકમાં 12,131 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે આ દરમિયાન 30 દર્દીઓનાં મોત થયા છે. ગયા અઠવાડિયે, ગુજરાત સરકારે આઠ મહાનગરો ઉપરાંત 19 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવ્યો હતો જ્યાં તે અગાઉ લાદવામાં આવ્યો હતો. આ મેટ્રોપોલિટન શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર છે. જણાવી દઇએ કે, હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. 29 જાન્યુઆરીથી દરરોજ રાત્રિનાં 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનાં રાત્રિ કર્ફયુનો અમલ તા. 4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાત્રિ કર્ફયુ વધુ 17 નગરોમાં ગઈ ગાઈડલાઇનથી અમલ હતો. પહેલા આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફયુ અમલમાં હતો. જે બાદ વધુ 17 શહેરોનો સમાવેશ કરતા કુલ 27 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવ્યો હતો જે 4 ફેબ્રુઆરી સુધી તમામ SOP યથાવત રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.

આ પણ વાંચો – કોરોના કહેર /  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા, જયારે 30ના મોત થયા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં 10 હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસથી આંશિક રાહત ચોક્કસ આપે છે પરંતુ મોતના આંકડા ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,131 નવા કોરોના કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 30 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ગુજરાતમાં જે રીતે મોતના આંકડા વધી રહ્યા છે તેને લઈને ચિતાઓ વધી રહી છે.