ગોવાની એક કોર્ટે આજે તહલકા પત્રિકાનાં પૂર્વ સંપાદક-ચીફ તરુણ તેજપાલ વિરુદ્ધ દુષ્કર્મનાં આરોપ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તરુણ તેજપાલને તેમના સહયોગીનાં દુષ્કર્મ કેસમાં પુરાવા ન મળતાં નિર્દોષ જાહેર કર્યા છે.
રાજકારણ / સંબિત પાત્રાનાં ટ્વિટને લઇને ટ્વિટરે કરી કાર્યવાહી, ટ્વિટને ‘Manipulated Media’ ગણાવ્યું
આપને જણાવી દઇએ કે, ગોવા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ માપુસામાં આ કેસ પર ગઇ કાલે એટલે કે ગુરુવારે નિર્ણય લેવાનો હતો, પરંતુ કોર્ટમાં વીજળીનાં અભાવે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. તરુણ પર તેમની એક મહિલા સાથીએ આરોપ લગાવ્યો છે કે ગોવાની એક લક્ઝરી હોટલની લિફ્ટમાં 2013 માં તરુણ તેજપાલે તેની સાથે શારીરિક શોષણ કર્યુ હતું. આ પછી, 30 નવેમ્બર 2013 નાં દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2014 માં ગોવા ક્રાઈમ બ્રાંચે તેજપાલ વિરુદ્ધ 2,846 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી. અને 1 જુલાઈ 2014 નાં રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કોવિડ-19 પ્રોટોકોલને કારણે, કોર્ટમાં કોઈ પત્રકારને મંજૂરી નહોતી. સરકારી વકીલ ફ્રાન્સિસ્કો તવોરાએ મીડિયાને જણાવ્યું હતું કે “તે નિર્દોષ છૂટી ગયા છે.” વિશેષ ન્યાયાધીશ શ્યામા જોશીએ ચુકાદો આપ્યો હતો. આપને જણાવી દઇએ કે, 29 સપ્ટેમ્બર 2017 નાં રોજ કોર્ટે તેમની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપો નક્કી કર્યા હતા. સુનાવણી માર્ચ 2018 માં શરૂ થઈ હતી, પરંતુ તે ઘણા પરિબળોને કારણે વિક્ષેપિત થઈ હતી, તેમાંથી એક તેજપાલ હતા જે આ કેસમાં નિર્દોષ જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા, જેના માટે તેણે પહેલા સેશન્સ કોર્ટ, ત્યારબાદ હાઇકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ તરફ પ્રયાણ કર્યુ હતુ. ઓગસ્ટ 2019 માં, સર્વોચ્ચ અદાલતે તેમની અરજી નામંજૂર કરી હતી અને સુનાવણીને બંધ રૂમમાં રાખવામાં આવે અને છ મહિનામાં પૂર્ણ થાય તેવા આદેશ આપ્યા.