Loksabha Election 2024/ આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ તબક્કાના મતદાનનું પરિણામ 4 જૂને જાહેર………

Top Stories Gujarat
Beginners guide to 2024 04 12T080901.271 આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

Gujarat News: લોકસભાની ચૂંટણી માટે આજથી ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. 12 રાજ્યોની 94 બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. ભાજપ માટે મહત્વની ગુજરાતની તમામ 26 બેઠકો માટે આજથી ઉમેદવારો ફોર્મ ભરશે. 19મી એપ્રિલ સુધી ફોર્મ ભરવામાં આવશે. જાહેર રજાના દિવસ સિવાય સવાર 11.00થી બપોરના 3.00 વાગ્યા સુધી ફોર્મ સ્વિકારાશે.

2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ તબક્કાના મતદાનનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં 5 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકનો સમાવેશ થાય છે. જેનું મતદાન પણ 7 મેના રોજ કરવામાં આવશે.

અન્ય 12 રાજ્યો આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

WhatsApp Image 2024 04 12 at 8.06.33 AM આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 શિડ્યુલ

  • ચૂંટણીની તારીખની જાહેરાત: 16-03-2024 (શનિવાર)
  • ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 12 એપ્રિલ 2024 (શુક્રવાર)
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
  • ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
  • ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
  • મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
  • મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ત્યારબાદ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે. જિલ્લા કલેક્ટર દ્વારા અંગે નોડલ અધિકારીઓને સૂચનાઓ આપી ચૂંટણી માટે EVMની ફાળવણી પણ કરી દેવાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો:કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો:બનાસકાંઠામાં એક કરોડ રોકડા ઝડપાયા

આ પણ વાંચો:નાસાના રોકેટ મિશનમાં વડોદરાનો યુવાન અગ્રણી વૈજ્ઞાનિક