હવામાન વિભાગ/ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના

19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની વકી, 20 ઓગસ્ટે નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

Top Stories Gujarat Others
11 264 ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના

વરસાદની સંભાવના : ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે(ગુરુવાર) સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે.

20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે(ગુરુવાર)દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

સેક્સટોર્શન / મુંબઈમાં સેક્સટોર્શનના રેકેટનો પર્દાફાશ,બોલીવુડ અને ટીવી સ્ટાર્સ પણ શિકાર બન્યા

અફઘાનિસ્તાન / આતંકી મસૂદ અઝહર અને તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર વચ્ચે આવા છે સંબંધો

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ

Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા

Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ થશે, 500 રૂપિયાથી ઓછી કિંમતે કરાવો બુક

જો તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ ટીપ્સ વાંચો, મુસાફરી આરામદાયક રહેશે

અક્સિર ઈલાજ! / માથાનો દુખાવો થાય ત્યારે આ ચીજ પીવાથી તરત મળે છે રાહત