Indian Army/ ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપ્યું,સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું હતું કે તમે જે મહિલા અધિકારીઓને કાયમી કમિશન ન આપવાનો નિર્ણય કર્યો છે તેના વિશે લેખિતમાં સોગંદનામું આપો

Top Stories India
MAHILA ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપ્યું,સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો

ભારતીય સેનાએ શુક્રવારે 39 મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપ્યું છે. ભારતીય સેનાના અધિકારીએ આ જાણકારી આપી હતી. હાલમાં જ સુપ્રીમ કોર્ટે સેનાને આ મહિલા અધિકારીઓને 1 નવેમ્બર સુધીમાં કાયમી કમિશન આપવાનો નિર્દેશ આપ્યો હતો.તેના અનુસંધાનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું હતું કે તમે જે મહિલા અધિકારીઓને કાયમી કમિશન ન આપવાનો નિર્ણય કર્યો છે તેના વિશે લેખિતમાં સોગંદનામું આપો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે 72 મહિલા SSC અધિકારીઓના દરેક કેસની ફરીથી તપાસ કરવામાં આવી છે. આમાંથી એક અધિકારીએ સેના છોડવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે સ્થાયી કમિશન માટે 39 અધિકારીઓના નામ પર વિચાર કરી શકાય છે. સાત તબીબી રીતે અનફિટ હોવાનું જાણવા મળ્યું છે. 25 અધિકારીઓને કાયમી કમિશન આપી શકાતું નથી કારણ કે તેમની સામે અનુશાસનહીનતા અને આદેશોના અનાદર અંગે પ્રતિકૂળ વાર્ષિક ગોપનીય અહેવાલ (ACR) છે અને તેમના ઓપરેશનલ રિપોર્ટ પણ નબળા છે.