કચ્છ/ રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી છે જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37%ના વધારા સાથે 6082એ પહોંચ્યા છે

Gujarat India
4 4 રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી છે જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37%ના વધારા સાથે 6082એ પહોંચ્યા છે. 16 ઓકટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

સને 1973માં રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે.
8 રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

કચ્છના નાના રણમાં પાંચ-છ વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા અને ગત વર્ષે 2019માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082એ પહોંચવા પામી છે. 16 ઓકટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના ગાઇડલાઇનની તમામ તકેદારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી. બજાણા ચોવીસીના છેલ્લા સ્ટેટ કમાલખાન પોતાની સાથે ચૂનીકાકા અને સઇખાન સહિતના સુબેદારને લઇને નિયમિત રણ પ્રવાસન માટે વિન્ટેજ કાર લઇને જતા હતા.

છેલ્લા 10 વર્ષના રણના પ્રવાસીઓ અને આવકના આંકડા

5 6 રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

વર્ષ                 ભારતીય પ્રવાસીઓ         વિદેશી પ્રવાસીઓ             આવક(રૂપિયામાં)

2011-12           4617                                643                                        648427
2012-13          8202                               1405                                      1153225
2013-14          10045                             1163                                       1197250
2014-15          11872                              1298                                      1337970
2015-16          12633                             1468                                      2726309
2016-17          13935                             1154                                       2599123
2017-18          14250                            1575                                       3070002
2018-19         16472                             1527                                       3522228
2019-20        14801                             1126                                       3984582
2020-21        4235                                  –                                           813900

રણમાં આવતા વિદેશી પક્ષીઓમાં 350%નો વધારો નોંધાયો

7 1 રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

કચ્છના નાના ણમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલી વસ્તી ગણતરી અનુસાર વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યામાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા. જે ગત વર્ષે યોજાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી.

વિસ્તાર              પક્ષીઓની સંખ્યા
ધ્રાંગધ્રા               42925
આડેસર             241260
હળવદ               21298
બજાણા             45113
————————
કુલ :->              351196

6 3 રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

ઘૂડખરની સંખ્યા પણ 37% જેટલી નોંધપાત્ર વધી

વર્ષ            સંખ્યા
1998        2839
2004       3863
2009       4038
2014       4451
2020      6082